Not Set/ આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાનને એક ડોલરની પણ મદદ ન કરવી જોઈએ : નિક્કી હૈલી

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હૈલીએ પાકિસ્તાન મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. નિવેદનમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદની સમસ્યાનું સમાધાન લાવતું નથી ત્યાં સુધી અમેરિકાએ તેને એક ડોલરની મદદ પણ  ન કરવી જોઈએ. અમેરિકામાં રાષ્ટ્રપતિ શાસનમાં હૈલી પ્રથમ ભારતીય-અમેરિકન છે જેમને કેબીનેટ પદ સોંપવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમેરિકાન એતેવા દેશને […]

Top Stories World Trending Politics
niki આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાનને એક ડોલરની પણ મદદ ન કરવી જોઈએ : નિક્કી હૈલી

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત નિક્કી હૈલીએ પાકિસ્તાન મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. નિવેદનમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદની સમસ્યાનું સમાધાન લાવતું નથી ત્યાં સુધી અમેરિકાએ તેને એક ડોલરની મદદ પણ  ન કરવી જોઈએ.

અમેરિકામાં રાષ્ટ્રપતિ શાસનમાં હૈલી પ્રથમ ભારતીય-અમેરિકન છે જેમને કેબીનેટ પદ સોંપવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમેરિકાન એતેવા દેશને પૈસા આપવાની જરૂર નથી જે લોકો અમેરિકાનું અહિત ઇરછે છે. તેની પીઠ પાછળ ખોટા કામ કરે છે અને તેને કામ કરતું પણ અટકાવે છે.

કેબીનેટ મંત્રીએ કહ્યું કે મને લાગે છે કે ક્યાં દેશ સાથે ભાગીદારી કરવી જોઈએ તેના પર વિચાર કરવો જોઈએ અને ક્યાં દેશ પર વિશ્વાસ કરવો  જોઈએ તે વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.

મને લાગે છે કે આપણે આંખ બંધ કરીને પૈસા વેડફી નાખીએ છીએ , ક્યારેય વિચારતા નથી કે તેનાથી ફાયદો શું થાય છે.

નિક્કી હૈલીએ કહ્યું કે હું તમને એક ઉદાહરણ આપું છુ. પાકિસ્તાનને જ લઇ લો, તેને એક અરબ ડોલર આપીએ છીએ અને તે આતંકીઓને જગ્યા આપે છે અને આતંકીઓ આવીને આપના સૈનિકોની હત્યા કરે છે. આ વાત જરા પણ યોગ્ય નથી.

જ્યાં સુધી આતંકવાદની સમસ્યાનો કોઈ ઉકેલ નહી આવે ત્યાં સુધી આપણે તેને એક ડોલર પણ આપવો ન જોઈએ. આપણે એ અરબ ડોલરનો ઉપયોગ કરવો જોઈએ તે કોઈ મામુલી રાશિ નથી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં જ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકના રાજદૂતનું પદ નિક્કી હૈલી છોડી દેવાના છે.