રાજકોટ/ તપાસ માટે ગયેલા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ અને સ્ટાફ ઉપર સોની પરિવારનો હુમલો

રાજકોટમાં આજે  એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવાર અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મીઓ સાથે ઘર્ષણની ઘટના બની હતી. જો કે આ ઘટના દરમિયાન પરિવાર અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. મહિલાઓએ પોલીસકર્મીને લાફો માર્યો હતો. જ્યારે પોલીસકર્મીએ પણ મહિલાને સામે લાફો ઝીંકી દેતાં તે જમીન પર ઢળી પડી હતી. છેતરપીંડીના કેસમાં ક્રાઇમ […]

Gujarat Rajkot

રાજકોટમાં આજે  એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવાર અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મીઓ સાથે ઘર્ષણની ઘટના બની હતી. જો કે આ ઘટના દરમિયાન પરિવાર અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. મહિલાઓએ પોલીસકર્મીને લાફો માર્યો હતો. જ્યારે પોલીસકર્મીએ પણ મહિલાને સામે લાફો ઝીંકી દેતાં તે જમીન પર ઢળી પડી હતી.

છેતરપીંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ.વી. સાખરા અને સ્ટાફ આરોપી નું નિવેદન લેવા માટે પ્રહલાદ પ્લોટમાં ગયા હતા.તપાસ માં ગયેલા પીએસઆઈ ને સોની પરિવાર સાથે બોલાચાલી થયા બાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ તેના સ્ટાફને સોની પરિવારે રૂમ માં પુરી દેવામાં આવ્યા.પોલીસ અને સોની પરિવાર સાથે થઈ ઝપા ઝપી થયેલી જોવા મળી હતી .

ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ અને સ્ટાફ ને છોડાવવા આવેલ પોલીસ  અને સોની પરિવાર વચ્ચે થઈ જપા જપી આ પ્રકરણમાં પ્રહલાદ પ્લોટમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ ઉપર હુમલો કરનાર  મહિલા સહિત આશરે 10 થી વધુ લોકોની પોલીસે અટકાયત  કરી છે.