શ્રીનગર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ પ્રવાસના એક દિવસ અગાઉ પાકિસ્તાને ફરી સીજફાયરનું ઉલ્લંઘન કર્યું છે. કાશ્મીરના આરએસ પુરા અને અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ગુરુવારે રાત્રે ભારે હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. જેમાં બીએસએફના જવાન સીતારામ ઉપાધ્યાય (ઉ.વ. ૨૮) શહીદ થયા હતા. જયારે બે સામાન્ય નાગરિકોના પણ મોત નીપજ્યા હતા અને બીએસએફના અધિકારી સહિત છ વ્યક્તિ ઘાયલ થયા છે.
પાકિસ્તાન દ્વારા કરાયેલા સીજફાયરના ઉલ્લંઘનમાં ૧ BSFનો જવાન શહીદ થયો છે જયારે ૪ નાગરિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે.
#FLASH: Two civilians have lost their lives in Arnia sector because of ceasefire violation by Pakistan. Total of 4 civilians & one BSF constable have lost their lives today in ceasefire violation in #JammuAndKashmir. pic.twitter.com/g38cO4HKlM
— ANI (@ANI) May 18, 2018
પાકિસ્તાને ચાર દિવસમાં ત્રીજી વખત ગોળાબારી કરી
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જમ્મુ જઈ રહ્યા છે. આ અગાઉ પાકિસ્તાન દ્વારા પણ તા. ૧૪ મેથી અત્યાર સુધીમાં ત્રણ વખત એલઓસી પર ભારતીય વિસ્તારમાં ગોળાબારી કરી ચૂક્યું છે.
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સીતારામ ઝારખંડના ગિરિડીહના વતની હતા. તેઓ વર્ષ-૨૦૧૦માં સીમા સુરક્ષા બળમાં જોડાયા હતા. તેમને ત્રણ વર્ષનો પુત્ર અને એક વર્ષની પુત્રી છે”.
બીએસએફના જણાવ્યા મુજબ, “પાકિસ્તાનની તરફથી બુધવાર અને ગુરુવારના રોજ પણ હીરાનગરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક બીએસએફના જવાન ઘાયલ પણ થયા હતા. જો કે પાકિસ્તાનની તરફથી દિવસે ગોળીબારી રોકાઈ રહી હતી, પરંતુ ગુરુવારે મોડી રાત્રે અરનિયા સેક્ટરને ફરી એક વખત નિશાન બનાવવામાં આવ્યું હતું. જમ્મુના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાનની તરફથી વહેલી સવરે ચાર વાગે ભારે ગોળાબારી કરવામાં આવીઓ હતી. ભારતની તરફથી પણ તેનો વળતો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો”.
આ પહેલા તા. ૧૪મી મે સોમવારના રોજ રાત્રે સાંબા સેક્ટરમાં પણ પાકિસ્તાનની તરફથી થયેલા ફાયરિંગમાં બીએસએફના એક જવાન શહીદ થયા હતા.
શહીદના પત્નીએ કહ્યું- વળતરથી પતિ પરત મળશે નહિ
સીજફાયરમાં શહીદ સીતારામ ઉપાધ્યાયની પત્નીએ કહ્યું હતું કે, “ભારતે સુરક્ષાબળોને રમજાન દરમિયાન ઓપરેશન હાથ ધરવાની કામગીરીને અટકાવી દેવામાં આવી છે. પરંતુ મારા પતિ પાકિસ્તાનની તરફથી કરવામાં આવેલી ફાયરિંગમાં શહીદ થયા છે ત્યારે સેના દ્વારા અપાતા વળતરથી પતિ પરત મળશે નહિ.
સરહદ પાસે દેખાયા હતા પાંચ સંદિગ્ધ આતંકી
છેલ્લા કેટલાક દિવસોથી સીમા પાર થઈ સીજફાયરની આડમાં પાકિસ્તાન આતંકી ઘુસપેઠ કરાવવાની કોશિશ કર્હ્યું છે. ૧૨મી મે શનિવારના રોજ કઠુઆ નજીક બીએસએફના જવાનોએ સરહદ પર આશરે પાંચ સંદિગ્ધ આતંકીઓને જોયા હતા. આ પછી બીએસએફએ મોટા પાયા પર તપાસ અભિયાન ચલાવ્યું હતું અને જમ્મુમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં આર્મીના હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી હતી.
આ વર્ષે ૧૮ જવાનો સહિત ૩૬ વ્યક્તિના મોત નીપજ્યા છે
પાકિસ્તાન વારંવાર સીજફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબારી કરતુ આવ્યું છે. આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર ભારે ફાયરિંગ કર્યું હતું. ત્યારે અહીંના કેટલાક ગામોને ખાલી કરાવવા પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ૭૦૦ લોકોના મોત નીપજ્યા છે. જાન્યુઆરી-૨૦૧૮થી લઈને અત્યાર સુધીમાં ૩૬ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. જેમાં ૧૮ જવાનોનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે કર્યું હતું રમજાનમાં સીજફાયરનું એલાન
કેન્દ્ર સરકારની તરફથી સુરક્ષાબળોને આતંકીઓની સામે ચલાવવામાં આવી રહેલા સર્ચ ઓપરેશન ઉપર રોક લગાવવાનું કહેવામાં આવ્યું છે. જો કે આ દરમિયાન કોઈ હુમલો થાય છે ટો સામાન્ય નાગરિકોના જીવ બચાવવાના માટે સુરક્ષાબળોને વળતો જવાબ આપવાનો અધિકાર રહેશે.
