Vijay Hazare Trophy/ વેંકટેશ ઐયરની તોફાની સદી, 10 છક્કાની મદદથી બનાવ્યા 151 રન

યુવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં ચંદીગઢ સામે ધમાકેદાર સદી ફટકારી હતી. મધ્યપ્રદેશ તરફથી રમતા ઐય્યરે 113 બોલમાં 151 રન બનાવ્યા હતા.

Sports
વેંકટેશ ઐયર

યુવા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં ચંદીગઢ સામે ધમાકેદાર સદી ફટકારી હતી. મધ્યપ્રદેશ તરફથી રમતા ઐય્યરે 113 બોલમાં 151 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ઐય્યરે 10 શાનદાર સિક્સર અને 8 ફોર પણ ફટકારી હતી. ઐયરની જોરદાર રમતનાં કારણે મધ્યપ્રદેશની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 331 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટૂર્નામેન્ટમાં ઐય્યરની આ બીજી સદી છે.

આ પણ વાંચો – Pak vs WI / પાકિસ્તાન પ્રવાસમાં કોરોનાની એન્ટ્રી, વેસ્ટ ઈન્ડિઝનાં આ ત્રણ ખેલાડી કોરોના પોઝિટિવ

વેંકટેશ ઐય્યરે IPL 2021માં પોતાની શ્રેષ્ઠ રમત બતાવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. IPL માં પોતાના શાનદાર પ્રદર્શનનાં આધારે તેણે ટીમ ઈન્ડિયામાં પણ પોતાની જગ્યા બનાવી હતી. ઐય્યરને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી T20 સીરીઝમાં પણ તક મળી હતી. ગત સીઝનની IPLમાં ઐય્યરે 10 મેચમાં 370 રન બનાવ્યા હતા અને 3 વિકેટ પણ લીધી હતી. તેનું IPL ફોર્મ હવે વિજય હજારે ટ્રોફી 2021-22માં પણ દેખાઈ રહ્યું છે. ભારતીય ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં વેંકટેશ ઐય્યર તેની 3 મેચમાં 2 સદી ફટકારવામાં સફળ રહ્યો છે. 12 ડિસેમ્બર રવિવારે પણ, વેંકટેશે તેની બેટિંગ કુશળતા બતાવી અને ચંદીગઢ સામે 113 બોલમાં 151 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેની ઇનિંગમાં ઐય્યરે 8 ચોક્કા અને 10 છક્કા ફટકાર્યા હતા. તેણે 88 બોલમાં સદી ફટકારીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આપને જણાવી દઈએ કે, જ્યારે ઐય્યરે સદી ફટકારી ત્યારે તેણે સુપરસ્ટાર રજનીકાંતની સ્ટાઈલમાં તેની ઉજવણી કરી હતી. ઐય્યરે ટૂર્નામેન્ટની શરૂઆતી મેચમાં કોઇ ખાસ બેટિંગ કરી ન હોતી અને મહારાષ્ટ્ર સામે તે માત્ર 14 રન જ બનાવી શક્યો હતો. આ મેચમાં મધ્યપ્રદેશની ટીમને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો – Cricket / એકવાર ફરી ભારત અને પાકિસ્તાનની ટીમ જોવા મળશે આમને-સામને, જાણો ક્યા અને ક્યારે

વળી, કેરળ સામેની તેની બીજી મેચમાં ઐય્યરે 112 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં મધ્યપ્રદેશની ટીમે કેરળને 40 રનથી હરાવ્યું હતું. વળી, ટૂર્નામેન્ટની ત્રીજી મેચમાં ઐય્યરે 71 રનની જોરદાર ઇનિંગ રમી હતી. તેની ધમાકેદાર ઇનિંગ્સનાં કારણે મધ્યપ્રદેશે ઉત્તરાખંડને 77 રનથી હરાવ્યું. ટૂર્નામેન્ટમાં મધ્યપ્રદેશની ટીમની આ ચોથી મેચ છે. અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં ટીમે બે માં જીત અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ વિજય હજારે ટ્રોફીનાં ગ્રુપ ડી માં સામેલ મધ્ય પ્રદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને બેઠી છે.