Sport news/ ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર: 2025 ના અંતે રોહિત શર્મા બન્યો ‘કિંગ’, બાબર આઝમ ટોપ-5 માંથી બહાર!

2025 પૂરું થતા ICC રેન્કિંગમાં મોટો ધડાકો! Rohit Sharma” અને Virat Kohli એ કેવી રીતે બદલી નાખી આખી બાજી? જાણો લેટેસ્ટ રેન્કિંગ રિપોર્ટ.”

India Trending Photo Gallery Sports
Rohit Sharma

Sport News :વર્ષ 2025 હવે પૂરું થવા આવ્યું છે અને આપણે 2026 ના ઉંબરે ઊભા છીએ. ક્રિકેટની દુનિયા ( Rohit Sharma)માં આ વર્ષે એક મોટો બદલાવ જોવા મળ્યો છે. વર્ષની શરૂઆત થઈ ત્યારે ચિત્ર કંઈક અલગ હતું, અને વર્ષ પૂરું થતા સુધીમાં બાજી પલટાઈ ગઈ છે. ખાસ કરીને ભારતીય ફેન્સ માટે સારા સમાચાર છે, કારણ કે રોહિત શર્માઅને વિરાટ કોહલી (Virat Kohli)એ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ‘Old is gold’.તો  ચાલો જોઈએ આખા વર્ષનો રેન્કિંગ રિપોર્ટ.

Rohit Sharma
Babar Azam
Pakistani cricketer

બાબર આઝમ: નંબર 1 થી સીધો નંબર 6 પર

વર્ષ 2025 ની શરૂઆત પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ માટે શાનદાર રહી હતી. 1 જાન્યુઆરી, 2025 ના રોજ તેઓ 795 રેટિંગ સાથે ICC ODI રેન્કિંગમાં નંબર-1 પર હતા. પરંતુ આ 12 મહિનામાં તેમનું ફોર્મ એટલું ખરાબ રહ્યું કે તેઓ હવે ટોપ-5 માંથી પણ બહાર થઈ ગયા છે. તાજેતરના અપડેટ મુજબ, બાબર આઝમ 722 રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયા છે. એક્સપર્ટનું માનવું છે કે જો આવું જ ચાલ્યું તો તે જલ્દી જ ટોપ-10 લિસ્ટમાંથી પણ ગાયબ થઈ શકે છે.

Rohit Sharma
Rohit Sharma

રોહિત શર્મા (Rohit Sharma): વન-ડે ક્રિકેટનો નવો સુલતાન

હવે વાત કરીએ ‘હિટમેન’ (Hitman) રોહિત શર્મા (Rohit Sharma)ની. 1 જાન્યુઆરી, 2025 ના રોજ રોહિત 765 રેટિંગ સાથે બીજા નંબર પર હતા. પરંતુ વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને તેમણે બાબર આઝમને પછાડી દીધો છે. 31 ડિસેમ્બર, 2025 ના આંકડા મુજબ રોહિત શર્મા 781 રેટિંગ સાથે દુનિયાના નંબર-1 બેટ્સમેન બની ગયા છે. રોહિતે (Rohit Sharma) ટેસ્ટ અને T20 માંથી નિવૃત્તિ લઈ લીધી છે, તેથી તેમનું પૂરું ધ્યાન હવે માત્ર ODI પર છે. એવું લાગે છે કે તે 2027 ના વર્લ્ડ કપ સુધી આ જ લયમાં રમશે.

Rohit Sharma
Virat Kohli

વિરાટ કોહલી (Virat Kohli): કિંગ કોહલીની જબરદસ્ત વાપસી

રોહિત (Rohit Sharma)ની જેમ વિરાટ કોહલી(Virat Kohli) માટે પણ આ વર્ષ યાદગાર રહ્યું. વર્ષની શરૂઆતમાં (1 જાન્યુઆરી, 2025) વિરાટ 746 રેટિંગ સાથે ચોથા નંબર પર હતા. પરંતુ 365 દિવસની મહેનત બાદ, તેઓ બે ડગલાં આગળ વધીને હવે બીજા નંબર પર આવી ગયા છે. હાલમાં તેમનું રેટિંગ 773 છે. હવે ODI રેન્કિંગમાં ટોપ-2 પર બંને ભારતીય ખેલાડીઓ (રોહિત અને વિરાટ) નો દબદબો છે. વિરાટ પણ હવે માત્ર ODI ફોર્મેટ રમી રહ્યા છે.

2026 માં શું થશે?

આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતીય ક્રિકેટના આ બે સ્તંભો – રોહિત અને વિરાટ(Virat Kohli) – ભલે T20 કે ટેસ્ટમાંથી નિવૃત્ત થયા હોય, પણ વન-ડેમાં તેમનો કોઈ મુકાબલો નથી. 2026 માં આ બંને દિગ્ગજો પોતાના રેકોર્ડને વધુ મજબૂત કરશે તેવી આશા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારત–ન્યૂઝીલેન્ડ ODI મેચની ટિકિટ વેચાણ તારીખ જાહેર, 1 જાન્યુઆરીથી બુકિંગ શરૂ

આ પણ વાંચો: BCCI T20 વર્લ્ડ કપ માટે રિષભ પંતના સ્થાને આ વિકેટકીપર-બેટ્સમેને લાવવાનું વિચારી રહી છે

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટનો ‘કિંગ’ રિષભ પંત વન-ડે અને T20 માં કેમ ફેલ? આંકડા જોઈને ચોંકી જશો !