Not Set/ સ્પોર્ટ્સ/ એમ એસ ધોનીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો દાયકાની વન ડે ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેણે મેળવેલી સિધ્ધિઓ માટે જાણીતો છે. હવે એમએસ ધોનીએ બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મહેન્દ્રસિંહ ધોનીને હવે છેલ્લા એક દાયકાની વન ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જ આ એક દિવસીય ટીમની ઘોષણા કરી છે. આ […]

Top Stories Sports

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેણે મેળવેલી સિધ્ધિઓ માટે જાણીતો છે. હવે એમએસ ધોનીએ બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મહેન્દ્રસિંહ ધોનીને હવે છેલ્લા એક દાયકાની વન ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે જ આ એક દિવસીય ટીમની ઘોષણા કરી છે. આ ટીમની કમાન મહેન્દ્રસિંહ ધોનીનાં હાથમાં આપવામાં આવી છે, તેમ જ આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ભારતીય ખેલાડીઓ તેમની વિસ્ફોટક બેટિંગ માટે વિશ્વભરમાં જાણીતા છે, આ કારણથી ત્રણેયને આ મહાન ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વતી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, મહેન્દ્રસિંહ ધોનીએ તેની વનડે કારકિર્દીમાં જે પ્રકારની બેટિંગ કરી છે અને ભારતીય ક્રિકેટ માટે કામ કર્યું છે તે જોતાં તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ધોનીની કપ્તાની હેઠળ જ ભારતીય ટીમે બીજી વાર 2011માં 50 ઓવર વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ઉપરાંત, તે વિશ્વનો શ્રેષ્ઠ ફિનિશર તરીકે ઓળખાય છે. વનડે ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીની એવરેજ હજી પણ 50 કરતા વધારે છે.

મહેન્દ્રસિંહ ધોની હાલમાં ક્રિકેટથી દૂર છે અને તેણે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી એક દિવસીય મેચ રમી હતી. જોકે, વર્લ્ડ કપમાં ધીમી બેટિંગને કારણે એમએસ ધોનીની ખૂબ ટીકા થઈ હતી. ખાસ કરીને ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચોમાં તેના પર ધીમી બેટિંગ કરવાની વાત કહેવામા આવી હતી.

હવે બાકીની ટીમને પણ જાણી લો. આ ટીમમાં મહેન્દ્રસિંહ ધોની ઉપરાંત અન્ય ભારતીય બેટ્સમેનોની પસંદગી કરવામાં આવી છે જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સામેલ છે. આ ટીમમાં ઓપનર તરીકે દક્ષિણ આફ્રિકાનાં હાશિમ અમલા અને રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. આ સાથે એબી ડી વિલિયર્સને પણ દક્ષિણ આફ્રિકા માટેની ટીમમાં સ્થાન મળ્યું છે, તે ચોથા નંબર પર બેટિંગ કરવા ટીમમાં સામેલ થયો છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જે રીતે ભારતીય ટીમ માટે ત્રીજા નંબરે રમે છે, તે જ રીતે તે પણ આ ટીમમાં ત્રીજા નંબરનો બેટ્સમેન છે. આ ટીમમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ઓપનર શિખર ધવનની પસંદગી કરવામાં આવી નથી, પરંતુ તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોમવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા પણ એક ટેસ્ટ ટીમની ઘોષણા કરવામાં આવી હતી, જેનો કેપ્ટન વિરાટ કોહલી બનાવવામાં આવ્યો હતો.

આ છે આખી ટીમ:

રોહિત શર્મા, હાશિમ અમલા, વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, શાકિબ અલ હસન, જોસ બટલર, મહેન્દ્ર સિંહ ધોની, મિશેલ સ્ટાર્ક, ટેન્ટ બોલ્ટ, લસિથ મલિંગા, રાશિદ ખાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.