Ahmedabad News/ BU પરમિશન વિના ચાલતી 6 શાળાઓ સીલ, વિદ્યાર્થીઓ અને TET ઉમેદવારો ચિંતામાં

BU પરમિશન વગર ચાલતી અમદાવાદની 6 શાળાઓ સીલ (School Seal), બે શાળાઓ TET પરીક્ષા કેન્દ્ર હોવાથી ઉમેદવારોમાં ચિંતા.

Gujarat Ahmedabad Trending
School Seal

Ahmedabad School Seal : અમદાવાદમાં BU  પરમિશન (BU Permission School) વિના ચાલતી શાળાઓ સામે મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) કડક કાર્યવાહી શરૂ કરતાં શિક્ષણ (Gujarat Education ) જગતમાં હડકંપ મચી ગયો છે. શહેરના જુહાપુરા અને સરખેજ વિસ્તારની ધોરણ 9થી 12 સુધીની કુલ 6 શાળાઓને સીલ ( School Seal) કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ શિક્ષણ વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ છે, કારણ કે સીલ કરાયેલી 6 શાળાઓમાંથી 2 શાળાઓને આગામી TET પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્ર (Exam Center) તરીકે ફાળવવામાં આવી હતી. અચાનક શાળા સીલ (School Seal)થતાં વિદ્યાર્થીઓ ઉપરાંત TET પરીક્ષા આપનાર ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

વિદ્યાર્થીઓનો અભ્યાસ અટક્યો, TET ઉમેદવારોમાં ચિંતા

શાળા સીલ (School Seal) થતાં રોજિંદો અભ્યાસ (Education) સંપૂર્ણપણે અટવાઈ ગયો છે. બીજી તરફ 21 ડિસેમ્બરે યોજાનારી TET પરીક્ષા માટે ફાળવાયેલા પરીક્ષા કેન્દ્ર સીલ થયેલ હોવાને કારણે ઉમેદવારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. પરીક્ષા કેન્દ્ર બદલાશે કે નહીં? પરીક્ષા સમયસર મળશે કે નહીં? તેવા અનેક સવાલો ઉભા થયા છે.

પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી રાહતની માંગ

આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ, વાલીઓ અને TET ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સીલ કરાયેલી શાળાઓને તાત્કાલિક રાહત આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ અને ઉમેદવારોની પરીક્ષામાં વિઘ્ન ન પડે.

હાલ શિક્ષણ વિભાગ (Gujarat Education )અને સંબંધિત તંત્ર દ્વારા આ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા માટે ચર્ચા ચાલી રહી છે. આવનારા સમયમાં પરીક્ષા કેન્દ્ર બદલવા કે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં 35 સ્કૂલો સીલ: હજારો બાળકોનું ભણતર અટવાયું, વાલીઓ મૂંઝવણમાં

આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં BU વગરની નવ હોસ્પિટલ સીલ

આ પણ વાંચો:BU વગર ચાલતી ફેક્ટરીઓને સીલ મારોઃ મ્યુનિ. કમિશ્નરનો આદેશ