Gujarat News: ગુજરાત હાઇકોર્ટમાં આવતીકાલે વકીલ સંગઠનોની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માત્ર Gujarat High Court પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર રાજ્યની તમામ કોર્ટોમાં એકસાથે યોજાશે. ગુજરાતભરના કુલ 282 બાર એસોસિએશનો આ ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થશે. આ ચૂંટણીને લઈને વકીલોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ચૂંટણી (Election)ની ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટ (Suprime Court)ના નિર્દેશ અનુસાર પહેલીવાર ખજાનચી પદ માટે મહિલા ઉમેદવારને સ્થાન આપવામાં આવ્યું છે. આ પગલું વકીલ જગતમાં મહિલા સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Gujarat High Courtમાં પહેલીવાર મહિલા ઉમેદવાર ખજાનચી ઇલેકશનમાં
મતદાન પ્રક્રિયા બેલેટ પેપર દ્વારા યોજાશે અને સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. Gujarat High Court સહિત રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા કોર્ટોમાં વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ વકીલોના હિતોના સંરક્ષણ, તેમની સમસ્યાઓના ઉકેલ અને બાર એસોસિએશનની કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવાનો છે. રાજ્યભરના અંદાજે 1.25 લાખ જેટલા વકીલો આવતીકાલે મતદાન કરશે, જે આ ચૂંટણીને અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે.

1.25 લાખ વકીલો માટે મહત્વપૂર્ણ ઇલેકશન
ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. યતિન ઓઝા, બી.એમ. મંગુકિયા, બ્રિજેશ ત્રિવેદી, ચિત્રજીત ઉપાધ્યાય અને દર્શન શાહ જેવા જાણીતા વકીલો વચ્ચે કડક મુકાબલો થવાની શક્યતા છે. ઉમેદવારો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પ્રચાર-પ્રસાર પણ તેજ કરવામાં આવ્યો છે. કુલ મળીને, આવતીકાલે યોજાનારી આ ચૂંટણી ગુજરાતના વકીલ જગત માટે એક મહત્વપૂર્ણ દિવસ સાબિત થવાની છે અને તેના પરિણામો ઉપર તમામની નજર રહેશે.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા કરાયું હળતાલનું એલાન, બદલીની ખબરથી ઉશ્કેરાયા
