Valsad News : વલસાડના દરિયા કિનારેથી અંદાજિત 8 કિલો ચરસ ઝડપાયું છે. વલસાડ રૂરલ પોલીસ અને મુંબઈ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સનો આ જથ્થો ઝડપી લીધો હતો. મુંબઈ પોલીસે બે દિવસ પેહલા એક શખ્સની ધરપકડ કરી હતી. જેમાં 2 કિલો ચરસના જથ્થા સાથે રહીમ નામનો શખ્સ ઝડપાયો હતો.
તેની ધરપકડ બાદ તપાસનો રેલો વલસાડના ભાગલ ગામ સુધી પહોંચ્યો હતો. જેમાં ભાગલના નીતિન ટંડેલની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસેથી ચરસના 8 પેકેટ મળી અંદાજિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અગાઉ દરિયામાં તણાઈને આવેલ પેકેટ પોલીસને મળ્યા હતા.
એ જ પ્રકારના પેકેટ નીતિન ટંડેલ પાસેથી મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ગોંડલમાં મકાન ધરાશાયી થતાં 1 મહિલાનું મોત
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી, 4 ને ઈજા અને 3 મજૂરોના મોત
આ પણ વાંચો:દિલ્હીના મુસ્તફાબાદમાં 4 માળની ઇમારત ધરાશાયી થતાં 6 લોકોના મોત, કાટમાળ નીચે ઘણા લોકો દટાયા
