Bhavnagar News/ ભાવનગરમાં પૈસા આપીને ભાજપના સભ્ય બનાવાતા હોવાનો કથિત વીડિયો વાયરલ, જુઓ

ભાવનગરમાં પૈસા આપીને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યાનો કથિત વીડિયો વાયરલ થયો છે. કોર્પોરેશનના પૂર્વ કાયમી પ્રમુખ યુવરાજસિંહ ગોહિલનો એક કથિત વીડિયો સામે આવ્યો છે.

Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરમાં પૈસા આપીને ભાજપના સભ્યો બનાવતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સમગ્ર ભાવનગર શહેરમાં વાયરલ થયો હતો. આ સમગ્ર મામલો ભાજપના મોવડી મંડળના ધ્યાને આવ્યો હતો. ત્યારે લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ આવા છેતરપિંડી કરનારા સભ્યો સામે કાર્યવાહી કરશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે.

ભાવનગરમાં પૈસા આપીને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યાનો કથિત વીડિયો વાયરલ થયો છે. કોર્પોરેશનના પૂર્વ કાયમી પ્રમુખ યુવરાજસિંહ ગોહિલનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ 100 મેમ્બર બનાવવા અને 500 રૂપિયા લેવાની વાત કરી રહ્યા છે.

આ વીડિયોમાં તે ખેતરોમાં જઈને લોકોને સભ્ય બનાવવાની વાત કરી રહ્યો છે. તેમજ તેઓ કહે છે કે 100 લોકોને મેમ્બર બનાવો અને મારી પાસેથી 500 રૂપિયા લો. 100 લોકોને સભ્ય બનાવીને મારી પાસેથી પૈસા લીધાના સ્ક્રીનશોટ બતાવો. ઉલ્લેખનીય છે કે વીટીવી ન્યૂઝ વાયરલ વીડિયો અંગે કોઈ સમર્થન આપતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, ૧૪૦ કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ પણ વાંચો:તમે કહ્યું નમો વારંવાર, હું આવ્યો ગુજરાતના આંગણે ત્રીજી વાર

આ પણ વાંચો:અમદાવાદથી ભુજ વચ્ચે નમો રેપિડ રેલનો પીએમ મોદીએ કર્યો શુભારંભ