Ahmedabad News: પીએમ મોદીએ તેમના જન્મદિન પૂર્વે ગુજરાતને અમદાવાદ-ગાંધીનગર મેટ્રો પછી અમદાવાદથી ભુજ પૂર્વે નમો રેપિડ રેલવે (વંદે ભારત મેટ્રો)ની ભેટ આપી છે. તેમણે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચુઅલ ઉદઘાટન કર્યું હતું. વંદે મેટ્રો (નમો ભારત રેપિડ રેલ સર્વિસ) 17 સપ્ટેમ્બરથી અમદાવાદ અને ભુજ વચ્ચે શરૂ થશે. જ્યારે ભુજ અને અમદાવાદ વચ્ચેની આ ટ્રેન 18 સપ્ટેમ્બરથી પાટા પર દોડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે ત્યારે તબક્કાવાર એક પછી લોકાર્પણના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે GMDC ગ્રાઉન્ડ ખાતે સન્માન સમારોહમાં પહોંચી ગયા છે. જીએમડીસીમાં ખુલ્લી જીપમાં બેસીને વડાપ્રધાને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ સાથે હતા. આ દરમિયાન લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જીએમડીસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સન્માન યોજવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું સંચાલન અઠવાડિયામાં 6 દિવસ થશે. દર અઠવાડિયે રવિવારે ભુજથી તેની સેવા નહીં મળે, તેમજ અમદાવાદથી તેની સેવા શનિવારે નહીં મળે. રસ્તામાં તે અંજાર, ગાંધીધામ, ભચાઉ, સમખિયાલી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતીમાં રોકાશે.
અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ અમદાવાદથી શનિવાર સિવાય દરરોજ સાંજે 5:30 કલાકે દોડશે અને તે જ દિવસે રાત્રે 11:10 કલાકે ભુજ પહોંચશે. ભુજથી આ ટ્રેન રવિવાર સિવાય દરરોજ સવારે 5.05 કલાકે ભુજથી ઉપડશે. તે જ દિવસે સવારે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે. વંદે મેટ્રો ટ્રેન પોતાની આ યાત્રામાં 9 સ્ટેશનોએ રોકાશે. આ ટ્રેનનું રોકણ દરેક સ્ટેશન પર આશરે 2 મિનિટ સુધી રહેશે અને 5 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરશે. વંદે મેટ્રો ટ્રેનના ભાડાની યાદી પણ રજૂ કરવામાં આવી છે. તેમાં ઓછું ભાડુ 28 રૂપિયા છે. તેના પર સુપરફાસ્ટ સરચાર્જ, રિઝર્વેશન ચાર્જ અને જીએસટી ચાર્જ ચૂકવવાનો રહેશે.
જો તમે વંદે મેટ્રો ટ્રેનમાં 50 કિમી સુધીની યાત્રા કરો છો તો તમારે 60 રૂપિયા+જીએસટી અને અન્ય એપ્લિકેશન ચાર્જ ચૂકવવાનો રહેશે. તેના ઉપર દર કિલોમીટર પર 1.20 રૂપિયાનું મૂળ ભાડુ વધતું રહેશે. તેને મુંબઈમાં ચાલતી એસી સબઅર્બનથી પણ સસ્તી બનાવવામાં આવી રહી છે. આ ટ્રેનના ફાયદા શું છે : ઝડપી અને સુરક્ષિત આંતર-શહેર કનેક્ટિવિટી માટે આ ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે. આ ટ્રેનનો ઉદ્દેશ્ય દેશમાં આંતર-શહેર મુસાફરીને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. દરેક કોચમાં ઓટોમેટિક સ્લાઈડ દરવાજા, પેસેન્જર ટોકબેક સિસ્ટમ, ફાયર અને સ્મોક ડિટેક્શન સિસ્ટમ છે. જેનાથી લોકોને આધુનિક પરિવહન સુવિધા મળશે. વંદે મેટ્રોમાં 12 કોચ હશે. જો આ ટ્રેનની એવરેજ સ્પીડની વાત કરીએ તો તે 62.439 કિલોમીટર પ્રતિ કલાક હશે. જ્યારે તેની મહત્તમ ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક હશે.

ગુજરાતના અમદાવાદથી ભુજ વચ્ચે દોડતી આ ટ્રેનમાં 12 કોચ હશે. આ ટ્રેનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં દર્દીઓને લઈ જવા માટે ડ્રાઈવરની સીટ પાસે અલગ સ્ટ્રેચર રાખવાની સુવિધા આપવામાં આવી છે. સામાન્ય ભાષામાં દેશમાં પ્રથમ વખત મધ્યમ અંતરની ટ્રેનમાં એમ્બ્યુલન્સની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે.આ ટ્રેન અન્ય આધુનિક સુવિધાઓ જેવી કે ઓટોમેટિક સ્લાઈડ ડોર મોડ્યુલર ઈન્ટીરીયર, ડીજીટલ રૂટ મેપ ઈન્ડીકેટર, CCTV, ફોન ચાર્જીંગની સુવિધા, વેકયુમ ઈવેક્યુએશન સાથેની આ ટ્રેન સેવાનું ઉદઘાટન 16 સપ્ટેમ્બરે 2024ના રોજ કરવામાં આવશે. આ ટ્રેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે આગ લાગવાની સ્થિતિમાં ટ્રેનને ઓછામાં ઓછું નુકસાન થાય. એરોસોલ આધારિત ફાયર ફાઇટિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ટ્રેનમાં LFP બેટરી સાથે 3 કલાકની બેટરી બેકઅપ રાખવામાં આવે છે. આ ટ્રેનમાં મોડ્યુલર ઈન્ટિરિયર છે.
આ ટ્રેન લગેજ રેક, હેન્ડ હોલ્ડ અને ડોર હેન્ડ રેલિંગથી સજ્જ છે. એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન સિસ્ટમ સામેલ છે. ડ્રાય કેમિકલ પાઉડરના બે અગ્નિશામક ઉપકરણો – દરેક કોચમાં 4 કિલોની ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે તમામ કોચમાં 15 એસ્પિરેશન ટાઈપ ફાયર ડિટેક્શન પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. મુસાફરોની સુરક્ષાની સુવિધા માટે ઈમરજન્સી એલાર્મ પુશ બટન ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: વંદે ભારત મેટ્રો હવેથી નમો રેપિડ રેલવે નામે ઓળખાશે
આ પણ વાંચો: હવે પેસેન્જર ટ્રેનો પણ બની સુપરફાસ્ટ, દેશભરમાં દોડશે 3 હજાર વંદે ભારત મેટ્રો, ગુજરાતથી થશે પ્રારંભ
આ પણ વાંચો: અમદાવાદ-ભુજ વચ્ચે વંદે ભારત મેટ્રોનું સફળ ટ્રાયલ
