Ahmedabad News/ ડો. વૈશાલી જોશી આપઘાત કેસમાં સાડા પાંચ મહિને પીઆઈની ધરપકડ

બી.કે. ખાચરને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદમાં ડો. વૈશાલી જોષીના આત્મહત્યાના કેસમાં  થોડા સમય પહેલાં હાઇકોર્ટમાં આરોપી ખાચરે જામીન માટે કરેલી અરજી હવે રદ થયા બાદ પોલીસે પોલીસ-ઇન્સ્પેક્ટર બી. કે. ખાચરની ધરપકડ કરી છે.  તેને સામાન્ય કેદીની જેમ લોકઅપમાં રાખ્યો છે. એટલું જ નહીં, હવે જે રીતે એક સમયે બી.કે. ખાચર કેદીઓને કોર્ટમાં કાર્યવાહી માટે લઈ જતો હતો, હવે તેને જ પોલીસે એક કેદીની જેમ કોર્ટમાં રજૂ કર્યો હતો.

ખાચર પોતે પરણેલો હોવા છતાં ડોક્ટર યુવતી સાથે પ્રેમસંબંધ રાખ્યો હતો, જેની જાણ થતાં ડિપ્રેશનમાં આવેલી ડોક્ટર યુવતીએ હાથમાં ઈન્જેક્શન મારીને આપઘાત લીધો હતો. આપઘાતના સાડાપાંચ મહિને બી.કે. ખાચરની ધરપકડ થઈ છે. તેની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળનો ગુનો દાખલ થયાની સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 28મી ઓગસ્ટે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. હાઇકોર્ટે પણ અરજદારની આગોતરા જામીન ફગાવી દેવાનું વલણ ધરાવતા અરજદારે અરજી પરત ખેંચી હતી. જેથી પોલીસે PIની ધરપકડ કરીને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો. PIએ જામીન ના માગ્યા અને પોલીસે રિમાન્ડ માગ્યા નહોતા, જેથી આરોપીએ PIને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

અમદાવાદ શહેરના ઇકોનોમિક્સ વિંગમાં એક સમયે ફરજ બજાવતા પોલીસ-ઇન્સ્પેક્ટર બી.કે. ખાચરની ધરપકડ થયા બાદ હવે તેને લોકઅપમાં રાખવામાં આવ્યો છે, એ પણ તે જ્યાં નોકરી કરતો હતો એનાથી 50 મીટર બાજુમાં આવેલા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં. એ એક સમયે અમદાવાદ શહેરમાં અનેક આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયામાં સામેલ બી.કે. કાચર હવે આ તમામ પ્રક્રિયામાંથી પસાર થશે અને અન્ય આરોપીની જેમ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.

થોડા સમય અગાઉ એક મહિલા ડોક્ટરે ક્રાઈમ બ્રાન્ચના કેમ્પસમાં આવીને બી. કે. ખાચરની ઓફિસની નજીક આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ બાદ આ કેસમાં બી.કે. ખાચર ઘણા સમયે વોન્ટેડ રહ્યો હતો અને ત્યાર બાદ હાઇકોર્ટમાં તપાસમાં સહયોગ આપવાની વાત આવ્યા બાદ તેને રાહત મળી હતી, પરંતુ હવે હાઇકોર્ટે આ અરજીનો નિકાલ કરી દેતાં હવે તેની ધરપકડ કરવામાં આવી છે.

બી.કે. ખાચરને એક મહિલા તબીબ સાથે પ્રેમસંબંધ હોવાના કારણે મહિલા તબીબ સતત ડિપ્રેશનમાં આવી હતી અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો અને બી.કે. ખાચરની ધરપકડ કરવા માટે જે-તે સમયે પ્રયાસ કર્યા હતા. હાઇકોર્ટમાંથી રાહત મળ્યા બાદ તે ફરી અમદાવાદ આવ્યો હતો. આ સમગ્ર મામલે હવે તેને મળતી મદદ પૂરી થઈ જતાં હવે તેને આરોપીની જેમ ધરપકડ કરવામાં આવી છે અને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

મહિલા ડોક્ટર સાથેના ત્રણેય સંબંધના ઘણા પુરાવા અમદાવાદ પોલીસને મળ્યા છે તેમજ મહિલા ડોક્ટરનો ફોન જે હાલ એફએસએલમાં છે એની ડિટેઇલ પણ ટૂંક સમયમાં આવશે, જેમાં બી. કે. ખાચર અને તેની પ્રેમિકા સાથેના સંબંધનો પર્દાફાશ થશે. એટલું જ નહીં, હવે આગામી સમયમાં તેને આરોપીની જેમ કોર્ટની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને એક સમયે જેલમાં જવાનો વારો આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દ્વારકા નજીક ભારતીય તટરક્ષક દળે 13 માછીમારોને બચાવ્યા

આ પણ વાંચો:વડોદરા દોડી આવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્મા

આ પણ વાંચો:મોરબીમાં ટ્રેક્ટર તણાતા મૃત્યુ પામેલાઓને ચાર લાખની સરકારી સહાય અપાશે