Valsad/ જીલ્લા ભાજપ દ્વારા કાર્યકરોને કરાયા સસ્પેન્ડ

જીલ્લા ભાજપ દ્વારા કાર્યકરોને કરાયા સસ્પેન્ડ

Gujarat Others

વલસાડ જિલ્લા ભાજપ દ્વારા 6 કાર્યકરોને આગામી ત્રણ વર્ષ માટે ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ વિરૂદ્ધ અન્ય પાર્ટીમાંથી કે અપક્ષ ઉમેદવારી કરતા કાર્યકરોને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ 14 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા હતા ત્યારે મંગળવારે વલસાડ તાલુકાના 6 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લા ભાજપ દ્વારા 6 કાર્યકરોને સ્થાનિક સ્વરાજય ની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ વિરૂદ્ધ અન્ય પાર્ટી માંથી કે અપક્ષ ઉમેદવારી કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આગામી ત્રણ વર્ષ માટે ભાજપ ના સભ્યપદે થી સસ્પેન્ડ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્લામેન્ટ્રી બોર્ડ માં બનાવેલા નવા નિયમો અનુસાર યુવાઓને વધુ પ્રમાણમાં ટીકીટ આપવામાં આવી છે. જેને લઈને જુના નેતાઓમાં ટીકીટ નહિ મળતા મોટા પ્રમાણમાં નારાજગી જોવા મળી છે.