Surat News/ સુરતમાં યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, પત્ની અને સાત પુત્રીઓનું હૈયાફાટ રૂદન, આપઘાત કે હત્યાને લઈને રહસ્ય

મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે સંતોષના સાથીમિત્રોએ દારૂ પીવડાવી તેની પાસે રહેલા રૂપિયા લઈ લીધા હતા

Gujarat Surat

Surat News : સુરતમાં એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. આ બનાવ આપઘાતનો છે કે હત્યાનો તે અંગે રહસ્ય ફેલાયું છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ બનાવની વિગત મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પાસેથી સંતોષ રાવ નામની વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

હાલ તો મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે, જોકે આ મામલે હાલ આત્મહત્યા કે હત્યાને લઈને રહસ્ય સર્જાયું છે.બીજી તરફ મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે સંતોષના સાથીમિત્રોએ દારૂ પીવડાવી તેની પાસે રહેલા રૂપિયા લઈ લીધા હતા, જેથી તે રસ્તા પર આવી ગયો હતો. છેલ્લા પાંચ દિવસથી તેની પત્ની સાથે પગારને લઈને ઝઘડાઓ પણ થતા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આશાપુરી ખાડી બ્રિજ પરથી લટકતી હાલતમાં મૃતદેહ દેખાતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માગી હતી. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતકની ઓળખ સંતોષ રાવ તરીકે થઈ છે. સંતોષ પાંડેસરા વિસ્તારમાં જ પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેના પરિવારમાં તેની પત્ની અને સાત દીકરી છે. સંતોષ ગેસની કંપનીમાં ગેસના સિલિન્ડર લેવા-મૂકવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

હાલ મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. આ હત્યા છે કે આત્મહત્યા એ અંગે રહસ્ય સર્જાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પાંડેસરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને તમામ પાસાંને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે.મૃતક સંતોષના સંબંધી મુન્નાકુમારે જણાવ્યું હતું કે મૃતકનું નામ સંતોષ રાવ છે. સંતોષના સાથીમિત્રોએ તેને દારૂ પિવડાવ્યો હતો અને તેની પાસે રહેલા રૂપિયા પણ લઈ લીધા હતા, જેથી રસ્તા પર આવી ગયો હતો.

છેલ્લા પાંચ દિવસથી તેની પત્ની સાથે ઝઘડાઓ પણ થતા હતા, તેથી તેણે દારૂ પીને ફાંસી લગાવી લીધી છે. પગારના રૂપિયાને લઈને પત્ની સાથે ઝઘડો પણ થયો હતો.મજૂરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કાંતિભાઈએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમ તરફથી અમને કોલ મળ્યો હતો અને તાત્કાલિક અમે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં જ મૃતદેહને બહાર કાઢીને પાંડેસરા પોલીસને હેન્ડઓવર કરી દીધો છે. મૃતદેહ જે દોરી સાથે લટકી રહ્યો હતો એ દોરીથી જ બહાર કાઢવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા ચૂંટાયેલા સરપંચોનું 4 જુલાઈએ અભિવાદન

આ પણ વાંચોઃગાંધીનગરના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના

આ પણ વાંચોઃદાહોદમાં મનરેગા કૌભાંડને લઈ ગાંધીનગરથી તપાસ