દેશના સૌપ્રથમ નાગરિક અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ રાજ્યના નજીકના લોકપ્રિય સ્થળ દિવમાં રાત્રિ રોકાણ પણ કર્યું હતું, ત્યારે આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિનો એક વિડીયો સામે આવ્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે દિવના બીચ પર પોતે ફીટનેસ માચે દોડી રહ્યાં હોવાનો એક વિડીયો ટ્વીટર પર જાહેર કરી છે. આ વિડીયોમાં તંદુરસ્તી જાળવી રાખવા દિવના જાણીતા ઘોઘલા બીચ સવારે જોગિંગ કર્યું હતું.
Jogged on the pristine Ghoghla beach in Diu this morning.
As we enter 2021, after a difficult year that has tested us all, let us rise together and make an endeavour to remain fit and healthy.
May the coming year bring good health and prosperity in our lives. pic.twitter.com/dcQjZxB4Xk
— President of India (@rashtrapatibhvn) December 28, 2020
આ વિડીયો જાહેર કરતા તેઓએ જણાવ્યું હતું કે, મુશ્કેલીભર્યા વર્ષમાંથી આપણે 2021ના નવા વર્ષમાં પ્રવેશી રહ્યાં છીએ ત્યારે આરોગ્યની જાળવણી અને તંદુરસ્તી માટે દોડવાની પ્રેકટીસ દ્વારા ફીટનેસ જાળવી રાખવાની અપીલ પણ કરી હતી.
આપને જણાવી દઈએ કે, નાતાલ વેકેશન ઉજવણી માટે રાષ્ટ્રપતિએ ગુજરાત નજીકના પર્યટન સ્થળ દિવની પસંદગી કરી હતી. દિવની મુલાકાત વખતે તેમને નવુ વર્ષ સૌ માટે નિરામય અને આરોગ્યપ્રદ નિવડે એવી શુભેચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
