@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
જેમાં એક હિટાચી મશીન એપીએમસીના પૂર્વ ચેરમેન અને હાલના એપીએમસીના ડાયરેક્ટર જીલુભાઇ નાજ ભાઈ ખવડ નું હોવાનું સામે આવ્યું. આજ રોજ ડીવાયએસપી લીંબડી ના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રી સુરેન્દ્રનગર ની સૂચનાથી કચેરીની તપાસ ટીમ દ્વારા મોજે. સુદામડા તા.સાયલા ખાતે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ની ગેસ લાઇન પસાર થતા વિસ્તારમાં ગેરકાયદેસર બ્લેક ટ્રેપ ખનિજ ખનન વહન ની ફરિયાદ અન્વયે આકસ્મિક રેઇડ કરતા બે હિટાચી મશીન જેમાં એક હિટાચી ના માલિક પુનાભાઈ જોગરાણા અને કેહુભાઈ જોગરાણા રે.જશાપર જેમનું મશીન સીઝ કરી રામેશ્વર કવોરી વર્કસ ખાતે રાખેલ તેમજ બીજા હિટાચી માલિક જીલુભાઈ નાજભાઈ ખવડ રે. વાંટાવરછ જેમનું મશીન સીઝ કરી બી. એ.પટેલ. સ્ટોન ક્રશર ખાતે રાખેલ તેમજ સાત ડમ્પરો જેના માલિકો અનુક્રમે
1).કામાભાઈ સંગ્રામાભાઈ મોરી રે.થોરિયાળી
2).કરશનભાઈ ભીખાભાઈ ચૌહાણ રે. સડીયાળી
3).રામાશી ભાઈ સંગ્રમાભાઈ રબારી રે. થોરિયાળી
4). ગભરૂ ભાઈ મોરી રે.થોરિયાળી
5).પ્રભુભાઈ લવજીભાઈ ગાબુ રે. સુદામડા
6).ગભરૂ ભાઈ મોરી રે.થોરિયાળી
7).પ્રભુભાઈ લવજીભાઈ ગાબુ રે. સુદામડા આ તમામ ડમ્પર બ્લેક ટ્રેપ કપચી અને રબલ ભરેલ હોઈ સીઝ કરી સાયલા પોલીસ સ્ટેશન ખાતે કબ્જે સોંપેલ છે. આમ ઉપરોક્ત તમામ રૂ.બે કરોડ પંદર લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
