@બળદેવ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી
હળવદનાં નવા ધનાળા ગામે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાંચ જેટલા આંખલાઓને ઝેરી પદાર્થ ખવડાવી મોત નિપજાવ્યાની આશંકાઓ વચ્ચે જીવદયા પ્રેમીઓમા રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરી પગલાં લેવા માંગ કરી હતી.
હળવદ પંથકમાં અવારનવાર પશુઓ પર તિક્ષ્ણ હથિયારથી ઘા કરવા કે એસિડ હુમલા કરવાના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક હળવદના નવા ધનાળા (કૃષ્ણ નગર)માં પાંચ જેટલા આંખલાઓને ઝેરી પદાર્થ ખવડાવી હત્યા નિપજાવી હોવાની આશંકાઓ જીવદયા પ્રેમીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તો સાથે અવારનવાર બનતા પશુઓ પર થતાં હુમલાઓ નિંદનીય ઘટનાઓ વિશે તંત્ર જાગી અને ઝેરી પદાર્થ ખવડાવીને અબોલ પશુઓને મોત નિપજાવનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.

અત્યાર સુધી ગૌવંશ પર હુમલા થયાના બનાવો સામે આવતા હતા ત્યારે પાચ જેટલા ગૌવંશના મોત થયાનો બનાવ બન્યોસે ત્યારે જીવદયા પ્રમિયોનુ કહેવુસે કે ગૌવંશ પર હુમલા તેમજ મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીયો હજુ સુધી એક પણ બનાવમાં પકડાયા નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
