અમરેલી,
વિરોધપક્ષના નેતા ધાનાણીના અમરેલી જિલ્લાના બગસરાની એપીએમસી પર ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે ભાજપ કોંગ્રેસ વચ્ચેના સીધા જંગમાં ભાજપે કોંગ્રેસને ધોબી પછાડ આપી ને 12 બેઠકો માંથી 11 બેઠકો કબ્જે કરીને કોંગ્રેસનું નાક કાપી નાખતા કાળી ચૌદસના દિવસે એપીએમસીમાંથી કકળાટ કાઢયાનો રાજકારણમાં ખળભળાટ મચ્યો છેબગસરાની એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 8 અને વેપારી વિભાગની 4 બેઠકો સાથે કુલ 12 બેઠકોના ચૂંટણી જંગમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જ સીધો જંગ હતો.

વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ બગસરા એપીએમસીના મતદાનમાં જઈને ખેડૂતોને કોંગ્રેસ તરફી મતદાન કરવા મહેનત કરી હતી વિરજી ઠુમર,જે વી કાકડીયા સહિતના કોંગ્રેસી ધારાસભ્યોની મહેનત પર ખેડૂતો અને વેપારીઓએ પાણીઢોળ કરી નાખ્યો હતો.

