સમગ્ર રાજયમાં કોરોના નો ભરડો જોવા મળી રહ્યો છે .દિન પ્રતિદિન કેસો માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વધતા સંક્રમણને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન કરી રહ્યા છે .જેથી કોરોના ની ચેન તોડી શકીએ.
આણંદમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે કલેકટરએ જાહેરનામું બહાર પાડ્યું જેમાં 21 થી 30 એપ્રિલ સુધી સાંજે 5 થી સવારના 6 વાગ્યા સુધી વ્યાપાર ધંધા બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.
અરવલ્લી ભિલોડા મા APMC 21 થી 27 સુધી બંધ રહેશે.કોરોના સંક્ર્મણ અટકાવવા યાર્ડ તંત્રનો નિર્ણય ટ્રાયબલ વિસ્તારમાં વધેલા કેસોના કારણે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાટણ ના સાંતલપુર બજાર આજ થી 26 એપ્રિલ સુધી સંપૂર્ણ લોક્ડાઉન કરવામાં આવ્યું .વધતા જતા સંક્રમણને અટકાવવા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
અરવલ્લી શામળાજી મંદિર આજ થી 30 એપ્રિલ સુધી બંધ .બંધ બારણે ભગવાન શામળિયાની થશે પૂજા.કોરોના સંક્રમણ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
અરવલ્લીના બાયડમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પાલિકા અને વેપારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો જેમાં 22 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બજારો બંધ રહેશે.
રાજકોટમાં કોરોના કેસમાં વધતા કાલ થી રવિવાર સુધી સોની બજાર બંધ રહેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ એસો.નું બે દિવસ સ્વૈચ્છિક બંધજેમાં શાપર વેરાવળ GIDC,આજી GIDC, રાજકોટ એન્જિ.એસો.મેટોડા GIDC બુધવારે-ગુરૂવારે સ્વૈચ્છિક બંધ રખાશે.વધતા જતા સંક્રમણને લઈને બનાસ બનાસકાંઠાના પાલનપુરમાં લોકડાઉન 23 થી 27 એપ્રિલ સુધી રહેશે.
ખેડાના કપડવંજના કેવડિયા ગામે લોકડાઉન આજ થી 1 મે સુધી બંધ રખાશે.જેમાં સવારે 6 થી 11 સુધી દુકાનો બંધ રહેશે.
અરવલ્લીના મોડાસામાં 7 દિવસનું લોકડાઉન.જેમાં આજે રાતથી સાત દિવસ બજારો સ્વૈચ્છિક બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે .જેમાં આ આવશ્યક ચીજવસ્તુઓની જ દુકાનો ચાલુ રહેશે.
