Not Set/ વાંચો, ગુજરાતના ક્યાં ગામડામાં લાગ્યું સ્વૈચ્છિક લોકડાઉન

જુનાગઢ શહેર મા વધતા કોરોના સંક્રમણને કારણે લોકો માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યાં વાત કરીએ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકના ટીકર ગામ માં કોરોના કેસના સંક્રમણને લઈને સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયેલ છે. સરકારી ચોપડે ના હોય એવા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે.જેથી  ત્યાના   લોકોએ સ્વૈચ્છિક 10 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે. […]

Gujarat Others

જુનાગઢ શહેર મા વધતા કોરોના સંક્રમણને કારણે લોકો માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યાં વાત કરીએ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકના ટીકર ગામ માં કોરોના કેસના સંક્રમણને લઈને સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરાયેલ છે. સરકારી ચોપડે ના હોય એવા કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે.જેથી  ત્યાના   લોકોએ સ્વૈચ્છિક 10 દિવસનું લોકડાઉન જાહેર કરાયુ છે.

 ઉલ્લેખનીય છે કે કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે.તેમાં પણ ટીકર ગામમાં એક સાથે 20 થી વધુ કેસ નોધાતા ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરેલ છે.આ ગામની વસ્તી અંદાજે ૩૦૦૦ ની આસપાસ જોવા મળી રહી છે ત્યારે લોકોની સાવચેતી ને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરાયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…