Mehsana News: મહેસાણા પોલીસે મોઢેરામાં એક મહિલા સિક્યુરિટી ગાર્ડ સામે Atrocities Act હેઠળ કાર્યવાહી કરી છે. મોઢેરા ચોકડી પાસે સફાઈ કામદાર પર હુમલો અને જાતિ વિષયક અપશબ્દો બોલવાના મહિલા સિક્યુરિટી ગાર્ડ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. એટલુ જ નહી મહિલા સિક્યુરિટી ગાર્ડે યુવકને માર માર્યો હોવાનો તથા છેડતીનો ખોટો આક્ષેપ કરી ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના આક્ષેપ બાદ સફાઈ કામદારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલા સિક્યુરિટી ગાર્ડ સામે Atrocities Act હેઠળ કાર્યવાહી
સફાઈ કામદાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે મહેસાણા બી ડિવિઝન પોલીસે (Mehsana Police) એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાની હકીકત જાણવા માટે સંબંધિત વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવે તેવી શક્યતા છે.
આ મામલે આરોપો સાચા છે કે નહીં, હુમલો કયા સંજોગોમાં થયો અને સોશિયલ મીડિયા પર વીડિયો કોણે વાયરલ કર્યો તે સહિતના તમામ મુદ્દાઓ તપાસ બાદ સ્પષ્ટ થશે. હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
છેડતીનો આક્ષેપ મૂકી યુવકને ધમકી આપ્યાનો આરોપ
મહેસાણાના મોઢેરા ચોકડી વિસ્તારમાં સફાઈ કામદાર સાથે થયેલા હુમલાના મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદ મુજબ મહિલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા યુવક સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં, યુવક પર છેડતીનો આક્ષેપ મૂકીને તેને ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ફરિયાદી સફાઈ કામદારના જણાવ્યા પ્રમાણે સમગ્ર ઘટનામાં તેની સાથે જાતિ વિષયક અપશબ્દો (Caste-based slurs)બોલવામાં આવ્યા હતા. ઘટનાને લઈને તેણે પોલીસ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. મામલો ગંભીર બનતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વીડિયો બનાવી Instagram પર વાયરલ કરવાનો આક્ષેપ
આ મહિલા સોશયલ મિડીયામાં દબંગાઈ કરવા માટે રીલ બનાવી અવારનવાર વિડીયો બનાવે છે. ત્યારે આ મહિલાએ એક સામાન્ય સફાઈ કામદાર સાથે જાહેરમાં મારામારી કરી તે વિડીયો ફેમસ થવા માટે સોશયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના આક્ષેપે મામલો વધુ ગંભીર બન્યો છે. ફરિયાદ મુજબ યુવકને બદનામ કરવાના ઇરાદે ઘટનાનો વીડિયો બનાવી Instagram પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં ફરિયાદીએ પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પણ આક્ષેપ કર્યો છે.
બજરંગ દળ સાથે મહિલા જોડાયેલી હોવાનો તેના અન્ય વિડીયોમાં ઉલ્લેખ
આ જાતિવાદી માનસિકતા ધરાવતી મહિલા બજરંગ દળ સાથે જોડાયેલી હોવાની વાત તે પોતાના અન્ય વિડીયોમાં સ્વીકારે છે. થાર કાર સાથે કમરમાં છરી જેવું હથિયાર રાખીને દબંગ ફિલ્મના ગીતો સાથે મહિલાની રીલ Instagram માં જોવા મળે છે ત્યારે આ મહિલા વિરુદ્ધ પોલીસ કેવી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો:ઉના દલિત અત્યાચાર કેસ; માયાવતીએ ગુજરાત સરકાર સામે ઉઠાવ્યા સવાલ, હાઈકોર્ટમાં અપીલની માંગ
આ પણ વાંચો:મહેસાણામાં દલિત વિદ્યાર્થી પર અત્યાચાર, જાતિસૂચક અપશબ્દો બોલી પટ્ટા-ધોકા વડે માર્યો
આ પણ વાંચો:કોંગ્રેસના શહેરના નેતા દ્વારા જાતિવિષયક અપશબ્દો,ઓડિયો થયો વાયરલ
