Not Set/ BSF જવાન સાથે આચરવામાં આવેલી ક્રુરતા બાદ ગૃહમંત્રીએ DG સાથે કરી વાત, જરૂરી કાર્યવાહી કરવા આપ્યા આદેશ

નવી દિલ્હી, પાકિસ્તાનના સૈનિકો દ્વારા ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કરીને તેઓના મૃતદેહને ક્ષત વિક્ષિત કરાયા બાદ હવે ચારે બાજુ પાકિસ્તાન સામે સખ્ત કાર્યવાહી કરવા માટે એક સૂરમાં અવાજ ઉઠ્યો છે. આ મામલે અત્યારસુધીમાં કોઈ જવાબી કાર્યવાહી ન કર્યા બાદ કેન્દ્ર સરકાર પર અનેક સવાલો ઉઠયા છે, ત્યારે હવે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે BSFના DG […]

Top Stories India Trending

નવી દિલ્હી,

પાકિસ્તાનના સૈનિકો દ્વારા ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કરીને તેઓના મૃતદેહને ક્ષત વિક્ષિત કરાયા બાદ હવે ચારે બાજુ પાકિસ્તાન સામે સખ્ત કાર્યવાહી કરવા માટે એક સૂરમાં અવાજ ઉઠ્યો છે.

આ મામલે અત્યારસુધીમાં કોઈ જવાબી કાર્યવાહી ન કર્યા બાદ કેન્દ્ર સરકાર પર અનેક સવાલો ઉઠયા છે, ત્યારે હવે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે BSFના DG સાથે આ મામલે વાત કરી છે અને જરૂરી કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે.

national-rajnath-singh-orders-bsf-take-action-pakistan-indian-soldier-border

પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ન ઉઠાવાવમાં આવ્યો કોલ

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જયારે BSFના જવાનોને નરેન્દ્ર સિંહના ગાયબ હોવા અંગેની જાણકારી મળી ત્યારે તેઓએ અંદાજે ૨ વાગ્યે પાકિસ્તાનના રેન્જર્સના અધિકારીઓને ફોન કર્યો હતો, પરંતુ એક બાજુ ફોનની રીંગ વાગતી રહી પણ કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

 પાક. PM ઇમરાન ખાને વાતચીત માટે મોકલ્યું આમંત્રણ

બોર્ડર પાર જોવા મળી રહેલી પાકિસ્તાનની લાચારી બાદ ઇમરાન ખાને પીએમ મોદીને ચિઠ્ઠી લખીને વાતચીત શરુ કરવા માટે આમંત્રણ આપ્યું છે.

બદલો લેવા માટે દેશમાં એક જ સુર, જવાબી કાર્યવાહી

બીજી બાજુ BSFના આ જવાન સાથે જે પ્રકારે ક્રુરતા આચરવામાં આવી છે ત્યારબાદ હવે દેશભરમાંથી પાકિસ્તાનને તેની જ ભાષામાં સબક સીખવાળવા માટે માંગ ઉઠી છે.

દેશની વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ હવે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ વાક્યો બોલીને હુમલો બોલવામાં આવી રહ્યું છે, જ્યાં તેઓએ કહ્યું હતું કે, પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે ૫૬ ઈંચની છાતી જોઈએ અને એકના માથાના બદલામાં ૧૦ માથા લાવવાની તાકાત જોઈએ.

હવે વિપક્ષ પણ આ જ દાવાઓને યાદ કરીને મોદી સરકાર પાસે જવાબ માંગી રહી છે, ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે કોઈ જવાબ અપાયો નથી.

શું હતો આં મામલો ?

national-rajnath-singh-orders-bsf-take-action-pakistan-indian-soldier-border

પાકિસ્તાનના સૈનિકો દ્વારા ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કરીને લઇ ગયા હતા, અને ત્યારવાદ પાક.ના નપુંસક સૈનિકો દ્વારા માનવતાને નેવે મૂકવામાં આવી હતી.

પહેલા પાકિસ્તાન આ સૈનિકોએ BSFના જવાનું ગળું કાપી નાખ્યું, શરીર પર કરંટ લગાવ્યો. આટલું જ નહીં ત્યારબાદ આ જવાનનો એક પગ કાપી નાખ્યો,.

આ તમામ હેવાનીયત આચર્યા બાદ તેઓથી રહેવાયું નહિ તો, BSF ના જવાનની આંખો કાઢી નાખી અને નરેન્દ્ર સિંહે તડપાવવામાં આવ્યા અને અંતે ગોળીઓ દ્વારા છલ્લી કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

આ હરકતો બાદ નરેન્દ્ર સિંહ નો ક્ષત વિક્ષિત હાલતમાં તેઓની મૃતદેહ ભારતીય સેનાના જવાનોને મળ્યો, ત્યારે તેઓ પણ જોઈને અચંબિત થઈ ગયા હતા..