Not Set/ એવું તો શું થયું કે રસ્તા પર લોકો માછલીઓ વીણવા લાગ્યા…

પ્રતાપગઢ ગુરુવારે ઉતરપ્રદેશના પ્રતાપગઢ જીલ્લામાં વારાણસી-લખનૌ હાઈ-વે પર પોલીસની હાજરીમાં માછલીઓની લુંટ મચી ગઈ હતી. રસ્તા પર માછલી ભરેલો ટ્રક પલટવાથી તેમાં ભરેલી માછલીઓ રસ્તા પર ઢોળાઈ  ગઈ હતી. ગુરુવારે માછલીઓથી ભરેલી  ટ્રક વારાણસીથી લખનૌ તરફ જઈ રહી હતી. હાઈવે પર ડ્રાઈવરે ટ્રકનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેને લીધે ટ્રક પલટી ખાઈ […]

India Trending

પ્રતાપગઢ

ગુરુવારે ઉતરપ્રદેશના પ્રતાપગઢ જીલ્લામાં વારાણસી-લખનૌ હાઈ-વે પર પોલીસની હાજરીમાં માછલીઓની લુંટ મચી ગઈ હતી. રસ્તા પર માછલી ભરેલો ટ્રક પલટવાથી તેમાં ભરેલી માછલીઓ રસ્તા પર ઢોળાઈ  ગઈ હતી.

ગુરુવારે માછલીઓથી ભરેલી  ટ્રક વારાણસીથી લખનૌ તરફ જઈ રહી હતી. હાઈવે પર ડ્રાઈવરે ટ્રકનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેને લીધે ટ્રક પલટી ખાઈ ગયો હતો.

થોડી જ વારમાં ટ્રકમાં ભરેલી ઘણી ટન માછલીઓ રસ્તા પર ફેલાઈ ગઈ હતી. રસ્તા પર આટલી બધી  માછલીઓ જોઇને ત્યાંથી પસાર થતા લોકોએ પોતાના વાહનમાં બ્રેક મારી હતી અને માછલીઓ લુંટવા મંડ્યા હતા. પોલીસને જયારે આ મામલાની ખબર પડી ત્યારે તે ઘટનાસ્થળ પર પહોચી ત્યારનો નજારો હેરાન કરી દે તેવો હતો.

ઘણા લોકો માછલીઓને લુંટવામાં વ્યસ્ત હતા ત્યારે પોલીસ આ નજારાને ફોનના કેમેરામાં કેદ કરી રહ્યા હતા. જો કે ઘટનામાં કોઈને જાનહાનિ થવાના સમાચાર મળ્યા નથી.