પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકરણ જામ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં બીજેપીમાં સામેલ થયેલા તમામ નેતાઓ પર હુમલો થવાની શક્યતાને જોતા મિથુનને સુરક્ષા આપવામાં આવી છે, ભાજપમાં સામેલ થયા બાદ અભિનેતા મિથુન ભાજપના ચહેતા બની ગયા છે, નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી રેલીમાં જોડાયા બાદ રાજનેતા બનેલા અભિનેતા મિથુન ચક્રવર્તીને આ મહત્વની સિક્યુરિટી કવર આપશે તેવી ચર્ચા થઈ રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં બીજેપીમાં સામેલ થયેલા તમામ નેતાઓ પર હુમલો થવાની શક્યતાને જોતા મિથુનને સુરક્ષા આપવામાં આવી છે.પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી મોદીની રેલીમાં બીજેપીમાં સામેલ થયા બાદ અભિનેતાથી રાજનેતા બનેલા મિથુન ચક્રવર્તીને વાઈ પ્લસ સિક્યુરિટી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ બુધવારના આ સંબંધમાં અપ્રુવલ જાહેર કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મિથુનને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ સિક્યુરિટી કવર આપશે.

ધર્મ વિશેષ / મહાશિવરાત્રીનાં પર્વે ભક્તો ભૂલ્યા સોશિયલ ડિસ્ટન્સ, જુઓ Video
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રેલીમાં અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ મિથુને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારણે તેઓ પાર્ટીમાં જોડાયા.તેમણે કહ્યું કે, મોદીના સામાજિક કાર્યને અવગણી શકાય નહીં. મિથુને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે મમતા બેનર્જી સાથે કેમ સંબંધ તોડી દીધા? ત્યારે મિથુને કહ્યું હતું કે જ્યારે રાજનીતિમાં પોતાનો મતલબ આગળ આવી જાય ત્યારે હું સહન ના કરી શકું. તેમણે કહ્યું કે, મારા માટે પહેલા રાજ્ય, પછી રાજ્યવાસી, પછી હું સિદ્ધાંત સર્વોચ્ચ છે અને મમતા બેનર્જી ‘પ્રથમ હું’ના સિદ્ધાંતમાં વિશ્વાસ કરવા લાગ્યા છે.

Corona Update / શિવરાત્રીએ સામે આવ્યું કોરોનાના સેકન્ડ વેવનું રૌદ્ર સ્વરૂપ : 24 કલાકમાં 22,000થી વધુ કેસ જ્યારે રિકવરી 18,000
બંગાળ વિધાનસભાની ચૂંટણી લડવાના પ્રશ્ન પર મિથુને કહ્યું કે, તેઓ પાર્ટીનો પ્રોટોકોલ સ્વીકારશે. તેમણે કહ્યું કે હું જે પાર્ટીમાં જોડાયો છું તે ખૂબ શિસ્તબદ્ધ છે. તેની પાસે પોતાનો પ્રોટોકોલ છે. પાર્ટી મને જે કહેશે તે કરીશ. જોકે, મિથુને ઈશારામાં કહ્યું કે તેઓ વિધાનસભાની ચૂંટણી લડવા તૈયાર છે. રાજ્યસભા છોડના પર મિથુને કહ્યું કે જો હું રાજ્યસભામાં વધુ એક વર્ષ રહ્યો હોત તો મને આજીવન પેન્શન મળત. શું મેં લીધું? ના લીધું, તે પહેલાં છોડીને જતો રહ્યો હતો.ચૂંટણી બાદ ગાયબ થવા અંગેના સવાલ પર તેમણે કહ્યું કે જ્યારે હું સ્ટાર ન હતો અને જ્યારે હું સ્ટાર બન્યો ત્યારે પણ કદાચ એક જ વ્યક્તિ હશે જેણે તેની કમાણીમાંથી બંગાળને 14-15 કરોડ રૂપિયા આપ્યા હતા. મેં સાડા ત્રણ હજાર છોકરા-છોકરીઓને ભણાવ્યા છે, પણ સમસ્યા એ છે કે મેં ફોટોગ્રાફ્સ લીધા નથી. તેમણે કહ્યું, ‘મિથુન દા નહીં આવે એવું જેઓ કહી રહ્યા છે એમનું ભગવાન ભલું કરે. બીજું શું બોલું હું?
કૃષિ આંદોલન / ઇસ રાત કી સુબહ નહી : કિસાન સંગઠનોએ 15 માર્ચે ફરી એક વખત કર્યું ભારત બંધનું એલાન
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
