Not Set/ જુઓ દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ, જ્યાં છે અન્ડર એપાર્ટમેન્ટ જેવી અનેક વસ્તુઓ

વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ છે જેની ઊંડાઈ 60.02 મીટર છે. ઉપરાંત, તેની ક્ષમતા 14 મિલિયન (14 કરોડ) લિટરની છે,

World Trending

દુબઈના નાદ અલ શેબા પડોશમાં વિશ્વનો સૌથી ઊંડો  સ્વિમિંગ પૂલ ‘ડીપ ડાઇવ દુબઈ’ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પૂલની ગણતરી ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વના સૌથી ઊંડા પૂલ તરીકે કરવામાં આવી છે. તે વિશ્વનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ છે જેની ઊંડાઈ 60.02 મીટર છે. ઉપરાંત, તેની ક્ષમતા 14 મિલિયન (14 કરોડ) લિટરની છે, જે ઓલિમ્પિકના 6 સ્વિમિંગ પુલમાં ભરાયેલા પાણીની બરાબર છે.

વિશ્વના આ સૌથી ઊંડા પૂલનું કદ પણ ખૂબ જ વિશેષ છે. તે વિશાળ છીપની જેમ આકારનું છે. 1,500 ચોરસમીટરમાં ફેલાયેલો આ વિસ્તારમાં ડાઇવ શોપ, ગિફ્ટ શોપ અને 80 સીટર રેસ્ટોરન્ટ પણ છે જે આ વર્ષના અંત સુધીમાં લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ વિશેષ પૂલમાં 2 અંડરવોટર ડ્રાય ચેમ્બર પણ છે, જેમાં લોકો પૂલનો સુંદર દેખાવ જોઈ શકશે. 56 અંડરવોટર કેમેરા દરેક ખૂણાથી પૂલને આવરી લે છે. આ સાથે પૂલમાં મૂડ લાઇટિંગ પણ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો : હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યાનાં આરોપમાં પોલીસે કરી 2 અમરિકનની ધરપકડ

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે બુધવારે સોશિયલ મીડિયા પર આ અદભૂત પૂલનો વીડિયો શેર કરીને લોકોને આમંત્રણ આપ્યું છે. તેમણે લખ્યું, ‘આખી દુનિયા ડીપ ડાઈવ દુબઇમાં તમારી રાહ જોઇ રહ્યો છે.’

પૂલમાં ભરાયેલા 14 મિલિયન લિટર પાણીને નાસા દ્વારા વિકસિત સિલિસિયસ વોલ્કેનો રોક ફિલ્ટર ટેકનોલોજી દ્વારા દર 6 કલાકે ફિલ્ટર અને ફેલાવવામાં આવે છે. ઉપરાંત, ડાઇવર્સને આરામદાયક વાતાવરણ આપવા માટે પૂલના પાણીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે.

આ પણ વાંચો : સ્વીડનમાં Skydiving પ્લેન ક્રેસ, 9 લોકોનાં મોત, PM એ સંવેદના વ્યક્ત કરી

હાલમાં, ફક્ત આમંત્રિત લોકો જ ‘ડીપ ડાઇવ દુબઈ’ પૂલમાં પ્રવેશ કરી શકે છે. આ માટે જાહેર બુકિંગ જુલાઈના અંતથી શરૂ થશે. આ માટે પૂલની વેબસાઇટની મુલાકાત લઈને 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બુકિંગ કરી શકાય છે.

આ પણ વાંચો :બાંગ્લાદેશમાં કોરોના વિસ્ફોટ ,સંક્રમણ દર 3 ટકાથી વધી 28 ટકા થયો

આ પણ વાંચો :ડેલ્ટા વેરિએન્ટનો કાળો કહેર, સો કરતાં વધુ દેશોમાં ફેલાયો 31 માં જીવલેણ લેમ્બડાનો પેસારો