મોટી દુર્ઘટના / સ્વીડનમાં Skydiving પ્લેન ક્રેસ, 9 લોકોનાં મોત, PM એ સંવેદના વ્યક્ત કરી

સ્વીડનમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. અહીં વિમાન દુર્ઘટનામાં સ્કાયડાઇવિંગ માટે વપરાયેલા વિમાનમાં સવાર 9 લોકોનાં મોત નીપજ્યાં છે.

સ્વીડનમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. અહીં વિમાન દુર્ઘટનામાં સ્કાયડાઇવિંગ માટે વપરાયેલા વિમાનમાં સવાર 9 લોકોનાં મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ આ વિમાન ગુરુવારે સ્વીડનનાં ઓરેબ્રો એરપોર્ટની બહાર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. પોલીસ અને બચાવ ટીમોએ જણાવ્યું કે, આ અકસ્માતમાં તમામ નવ લોકોનાં મોત નીપજ્યાં, જેમાં 8 સ્કાય ડાઇવર્સ અને એક પાઇલટનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, જ્યારે વિમાને હવાઇ સફર શરૂ કર્યો ત્યારે તે ટેક-ઓફ દરમ્યાન અકસ્માતનો શિકાર બન્યું હતું.

આંધ્રપ્રદેશ / CM જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલાએ સક્રિય રાજકારણમાં પગ મૂક્યો, તેલંગાણામાં નવી પાર્ટીની રચના કરી

સ્વીડન પોલીસે કહ્યુ કે, “આ એક ખૂબ જ ગંભીર અકસ્માત છે. ક્રેશ થયેલા વિમાનમાં સવાર દરેકનું મોત નીપજ્યું છે,” પોલીસે જણાવ્યું હતું કે, આઠ સ્કાયડાઇવર્સ અને એક પાઇલોટ DHC-2 ટર્બો બીવર વિમાનમાં સવાર હતા. ટેકઓફ થયાનાં થોડા જ સમયમાં તે ઓરેબ્રો એરપોર્ટ પર રનવેની નજીક ક્રેશ થઈ ગયુ હતુ અને ત્યારબાદ તેને આગ લાગી હતી. વડા પ્રધાન સ્ટેફન લોફવેને ટ્વિટર પર આ અકસ્માતને લઇને લખ્યું કે, “ઓરેબ્રોમાં વિમાન દુર્ઘટના અંગેનાં દુઃખદ સમાચાર મળ્યા. મને ખૂબ દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયે પીડિતો, તેમના પરિવારો અને પ્રિયજનો સાથે મારી સંવેદના છે.” વર્ષ 2019 માં પણ, સ્કાયડાઇવર સાથેનું વિમાન ઉત્તર-પૂર્વ સ્વીડનનાં ઉમે શહેરની બહાર ક્રેશ થયું ત્યારે નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

ભાવવધારો / મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો

શું છે સ્કાયડાઇવિંગ?

સ્કાયડાઇવિંગ એ એક રોમાંચક અનુભવ છે. પેરાશૂટિંગ, જેને સ્કાયડાઇવિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક માણસની વિશ્વમાં કંઈકને કંઇક સારું કરવાની ઇચ્છા હોય છે. જો તમે તમારા જીવનમાં કેટલીક રોમાંચક અનુભવો કરવા માંગો છો જે તમે પછીથી યાદ રાખી શકો અને અનુભવી શકો, તો પછી સ્કાયડાઇવિંગ એ એક એવી પ્રવૃત્તિ છે જે તમને યાદગાર અનુભવ આપી શકે છે. જો તમને ખબર નથી કે સ્કાય ડાઇવિંગ શું છે, તો ચાલો તમને જણાવીએ કે, તે પેરાશૂટિંગની એક નવી પદ્ધતિ છે જે આજકાલ ખૂબ જ પ્રખ્યાત છે. કેટલાક લોકો સ્કાય ડાઇવિંગને ખતરાથી ભરેલી રમત ગણાવે છે, પરંતુ જો તે કાળજીપૂર્વક કરવામાં આવે તો તેમાં કોઈ ભય રહેતો નથી.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment