Not Set/ પત્રકાર રાજદીપ સરદેસાઈની મુશ્કેલીઓ વધી, SC એ નોંધ્યો અવમાનનાં કેસ

સુપ્રીમ કોર્ટે પત્રકાર રાજદીપ સરદેસાઈ સામે ગુનાહિત અવમાનનો કેસ નોંધ્યો છે. રાજદીપ સામેનો કેસ એડવોકેટ પ્રશાંત ભૂષણ અને ન્યાયતંત્રની ટીકા કરતા એક કેસમાં ઓગસ્ટ 2020 માં કરેલા તેમના ટ્વીટ સાથે જોડવામાં આવ્યો હતો.

Trending

સુપ્રીમ કોર્ટે પત્રકાર રાજદીપ સરદેસાઈ સામે ગુનાહિત અવમાનનો કેસ નોંધ્યો છે. રાજદીપ સામેનો કેસ એડવોકેટ પ્રશાંત ભૂષણ અને ન્યાયતંત્રની ટીકા કરતા એક કેસમાં ઓગસ્ટ 2020 માં કરેલા તેમના ટ્વીટ સાથે જોડવામાં આવ્યો હતો.

આ કેસ સુપ્રીમ કોર્ટે આસ્થા ખુરાનાની એક અરજીનાં આધારે નોંધ્યો હતો. અગાઉ, એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે સરદેસાઇ સામે અવમાનની કાર્યવાહી શરૂ કરવા સંમતિ આપવાનો ઇનકાર કર્યો હતો. આસ્થા ખુરાનાએ સપ્ટેમ્બર 2020 માં અરજી દાખલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે સ્વયમ સંજ્ઞાન લેતા ગુનાહિત અવમાનનો કેસ નોંધ્યો છે. આસ્થાએ પિટિશનમાં રાજદીપ સરદેસાઈનાં અનેક ટ્વીટ ટાંક્યા હતા. અરજીમાં રાજદીપ સરદેસાઇ સામે દેશની ન્યાયતંત્ર વિશે વિવાદિત ટિપ્પણી કરવા બદલ અવમાનની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. રાજદીપ સરદેસાઈનાં ટ્વીટ પરથી એવું પણ જણાવાયું છે કે તે લોકોમાં પ્રચારનો સસ્તું સ્ટંટ જ નહીં, પરંતુ ભારત વિરોધી અભિયાનનાં રૂપમાં નફરત ફેલાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ પણ હતો.

નોંધપાત્ર વાત એ છે કે સુપ્રીમ કોર્ટે મુખ્ય ન્યાયાધીશની અવમાનનાં મુદ્દે પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણ પર એક રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડ ચૂકવવા સક્ષમ ન હોવા બદલ કોર્ટે ત્રણ મહિનાની કેદની સાથે સાથે ત્રણ વર્ષની વકીલાત પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, ભૂષણ, જેમણે માફી નહીં માંગવાનું કહેતા દંડ ભર્યો હતો. રાજદીપ સરદેસાઈએ એક ટવીટમાં પ્રશાંત ભૂષણ કેસ અંગે આપેલા ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટને અવમાનનાં કેસની સુનાવણી કરવાનો સમય છે જ્યારે કાશ્મીરમાં અટકાયત કરનારાઓની અટકાયત અરજી એક વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે.

Political / સ્મૃતિ ઈરાનીનો રાહુલને પડકાર, જો હિંમત હોય તો ગુજરાતમાં ચૂંટણી લડી અને જીતીને બતાવો

Corona case / સાઉથ આફ્રિકાથી પરત ફરનાર 4 લોકોમાં કોવિડના નવા સ્ટ્રેનના લક્ષણો નોંધાયા હતાં, 1 માં બ્રાઝિલનો સ્ટ્રેન

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત, પ્રદેશ પ્રમુખ પાટીલની સત્તાવાર જાહેરાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…