IND W vs SA W T20 World Cup 2026: વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના 18th મુકાબલામાં રવિવારે ભારતીય મહિલા ટીમનો સામનો સાઉથ આફ્રિકા સામે માન્ચેસ્ટરના એમિરેટ્સ ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર થશે. વિજય રથ પર સવાર ભારતીય ટીમની નજર સાઉથ આફ્રિકાને હરાવીને જીતની હેટ્રિક લગાવવા પર છે. જોકે, આ મેચ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) માટે એક બહુ મોટો અને ઐતિહાસિક અવસર બની રહેશે, જ્યાં તેઓ ક્રિકેટ ઇતિહાસનો એક અદ્ભુત રેકોર્ડ પોતાના નામે કરશે.
200મો ટી20 ઇન્ટરનેશનલ મેચ રમવાનો ઐતિહાસિક રેકોર્ડ
હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) સાઉથ આફ્રિકા સામે મેદાન પર ઉતરતાની સાથે જ પોતાના કરિયરની 200 મી T20 ઇન્ટરનેશનલ મેચ રમી લેશે. આ સાથે જ તેઓ મેન્સ અને વિમેન્સ એમ બંને ક્રિકેટ ફોર્મેટના ઇતિહાસમાં 200 મુકાબલા રમનારા વિશ્વના એકમાત્ર ખેલાડી બની જશે. મેન્સ ક્રિકેટમાં પણ હજુ સુધી કોઈ આ આંકડા સુધી પહોંચી શક્યું નથી, જ્યાં આયર્લેન્ડના પૉલ સ્ટર્લિંગે સૌથી વધુ 163 મેચ અને ભારતના રોહિત શર્માએ 159 મેચ રમ્યા છે. વિમેન્સ ક્રિકેટમાં સુઝી બેટ્સ 184 મેચ સાથે બીજા સ્થાને છે.
Harmanpreet Kaur ના શાનદાર આંકડા
હરમનપ્રીતે (Harmanpreet Kaur) અત્યાર સુધી 199 મેચની 178 ઇનિંગ્સમાં 30.09 ની એવરેજથી 4123 રન બનાવ્યા છે, જેમાં 17 અડધી સદી અને 1 સદી સામેલ છે. તેઓ વિમેન્સ T20 ક્રિકેટમાં સુઝી બેટ્સ (4739 રન) અને સ્મૃતિ મંધાના (4475 રન) પછી ત્રીજા સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન પણ છે.
આ પણ વાંચો: ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો, ચિલીને 6-0 થી હરાવી ફાઇનલમાં મારી એન્ટ્રી
આ પણ વાંચો: IPL 2027 ના શેડ્યૂલને લઈને BCCI ની જાહેરાત, આગામી વર્ષે આ તારીખથી શરૂ થશે ટુર્નામેન્ટ
આ પણ વાંચો: શેફાલી વર્માએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ! એક જ મેચમાં ફિફ્ટી અને 3 વિકેટ ઝડપી ઇતિહાસ બનાવ્યો
