PM મોદી દેખાશે પ્રખ્યાત વાઇલ્ડ લાઇફ ડિસ્કવરી ચેનલ પર, જી હા, લાંબા સમયથી જે વાઇલ્ડ લાઇફ ચેનલનાં એપીસોડની બધાનાં રાહ હતી, તે ડિસ્કવરી ચેનલનાં ફેમસ શો “Man Vs Wild”માં PM મોદી પહેલી જ વખત દેખાશે. બેયર ગ્રિલ્સ દ્વારા પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ઇન્ટરનેશનલ ટાઇગર ડેના અવસરે શોના સ્ટાર બેયર ગ્રિલ્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં PM મોદી અને ગ્રિલ્સ પ્રકૃતિની વચ્ચે જંગલમાં પ્રકૃતિ વિશે ચર્ચા કરતા દેખાઇ છે.

ઇન્ટરનેશનલ ટાઇગર ડેના નિમિતે ગ્રિલ્સે ટ્વીટમાં લખ્યું છે કે, આ એપિસોડ દ્વારા વિશ્વનાં 180 દેશોનાં લોકો PM મોદીની અજાણી વાતોથી પરિચિત થશે. PM મોદી જણાવશે કે કેવી રીતે ભારતમાં વન્ય જીવોનાં સંરક્ષણ માટે અને પ્રકૃતિ બચાવવા કામ થઇ રહ્યું છે.

આજે વિશ્વ વાઘ દિવસ પર ખુદ PM મોદી દ્વારા પણ પોતાની ટ્વીટમાં કહેવામાં આવ્યું છેે કે, “આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે વિશ્વમાં 3000 વાઘનાં વારસાગત અને સુરક્ષીત ઘર તરીકે એક માત્ર દેશ ભારત છે.”
PM Narendra Modi: Today, we can proudly say that with nearly 3000 tigers, India is one of the biggest and safest habitats in the world. #InternationalTigerDay pic.twitter.com/Dmf1Xp83N4
— ANI (@ANI) July 29, 2019
માણો PM મોદી અને ગ્રિલ્સની પ્રકૃતિની વચ્ચે જંગલમાં પ્રકૃતિ વિશે ચર્ચા કરતો આ વિડીયો….
India- where you find lush green forests, diverse wildlife, beautiful mountains and mighty rivers.
Watching this programme will make you want to visit different parts of India and add to discourse of environmental conservation.
Thanks @BearGrylls for coming here! @DiscoveryIN https://t.co/AksPyHfo7X
— Narendra Modi (@narendramodi) July 29, 2019
ડિસ્કવરી પર આ કાર્યક્રમ 12મી ઓગસ્ટના રોજ સવારે @09.00 વાગ્યે અંગ્રેજી, હિન્દી, બંંગાળી, તામિલ, તેલુગુ પાંચ ભાષામાં એક સાથે પ્રસારીત થશે. PM મોદીના ચાહકોએ આમતો મોદીનાં અનેક રુપ જોયા છે પરંતુ આ વખતે PM મોદીનાં ચાહકો તેમનો નવો જ અવતાર જોવા માટે અત્યંત ઉત્સુક છે.

આ વખતે મોદી જંગલોમાં ફરી રહ્યાં છે, સાથે જ નદીમાં એક બોટમાં જઇ રહ્યાં છે, અને તેમના હાથમાં એક હથિયાર જેવી વસ્તુ પણ દેખાઇ રહી છે, અમે તમને જણાવી દઇએ કે અગાઉ ઓબામા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓ આ શોમાં દેખાયા હતા, બેયર ગ્રિલ્સ સાથે તેઓ પણ જંગલમાં ગયા હતા, અને હવે મોદી આ શોમાં આવી રહ્યાં છે.

આપને એ પણ જણાવી દઇએ કે આ એજ એપિસોડ છે જેનું શૂટીંગ આસામમાં ચાલી રહ્યું હતું અને PM મોદી ત્યા હતા ત્યારે જ પુવલામા આતંકી હુમલો થયો હતો. અને સ્વાભાવિક રીતે જ જંગલમાં કનેક્ટીવિટીનાં આભવેને કારણે, આ હુમલા મામલે PM મોદી પોતાની પ્રતિક્રિયા થોડો સમય પછી આપી શક્યા હતા. પંરતુ દેર આયે દુરસ્ત આયેની જેમ, ત્યાર બાદ આપવામા આવેલી દરેક પ્રતિક્રિયા દેશ અને દુનિયા માટે મિશાલ બની ગઇ હતી અને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
