Not Set/ ઉન્નાવ ગેંગરેપ પીડીતાની સાથે થયેલાં અકસ્માત પર માયાવતીએ આક્રોશ વ્યક્ત કર્યો, સીબીઆઇને તપાસ સોંપાઇ

ઉન્નાવ દુષ્કર્મ કેસનો ભોગ બનેલા મહિલા સાથે રવિવારે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં પીડિતા અને તેના વકીલને ગંભીર ઈજા થઈ છે, જેમની હાલ લખનઉની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ વિશે તમામ વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે, આ દુર્ઘટના નથી પરંતુ એક ષડયંત્ર છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે ઘટના અંગે […]

India

ઉન્નાવ દુષ્કર્મ કેસનો ભોગ બનેલા મહિલા સાથે રવિવારે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં પીડિતા અને તેના વકીલને ગંભીર ઈજા થઈ છે, જેમની હાલ લખનઉની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ વિશે તમામ વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે, આ દુર્ઘટના નથી પરંતુ એક ષડયંત્ર છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં તે દુર્ઘટના છે.

ઉન્નાવ દુષ્કર્મ કેસનો ભોગ બનેલી મહિલા સાથે અકસ્માત થતા બસપા સુપ્રિમો માયાવતીએ સરકાર પર પ્રહારો કર્યા છે. માયાવતીએ ટ્વીટ કરતા લખ્યુ છે કે, ‘ઉન્નાવ દુષ્કર્મનો ભોગ બનેલી કારની રાયબરેલીમાં કાલે ટ્રક સાથે ટકરાઈ પ્રથમ દ્રષ્ટિએ તેની હત્યાનું કાવતરું કરવામાં આવ્યું હોય તેમ લાગે છે, જેમાં તેની કાકી અને માસીનું મોત નીપજ્યું અને તે પોતે અને તેના વકીલને ગંભીર ઈજાઓ પહોંચી છે. માનનીય સુપ્રીમ કોર્ટે તેના પર ધ્યાન લઇ દોષિયોની સામે કડક કાર્યવાહીની ખાતરી કરવી જોઈએ.’

આ દુષ્કર્મ કેસમાં શાસક પક્ષ ભાજપનાં ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર મુખ્ય આરોપી તરીકે છે. આવી સ્થિતીમાં આ દુર્ઘટનામાં કોઇ કાવતરાની શંકા વ્યક્ત કરીને વિપક્ષ દ્વારા સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી છે. હકીકતમાં આ બાબત પહેલી વખત બની નથી. આ પહેલા પણ પિડિત પરિવારનાં સભ્યો જુદા જુદા સમય પર કેટલાક અકસ્માતોનો શિકાર થઇ ચુક્યા છે. તમામ અકસ્માતો પોતાની પાછળ સવાલ છોડીને ગયા છે. જેથી હવે આ મામલે સીબીઆઇ તપાસની માંગ ઉઠી રહી છે. ઉન્નાવ ગેંગ રેપ કેસમાં પિડિતા લાંબા સમયથી ન્યાય મેળવી લેવા માટે લડાઇ લડી રહી છે. અનેક ફરિયાદો કરવામાં આવ્યા બાદ પોલીસ મામલામાં ઉદાસીનતા રાખી રહી હતી.

પિડિતા દ્વારા મુખ્યપ્રઘાન યોગી આદિત્યનાથ સમક્ષ રજૂઆત કરવામાં આવ્યા બાદ કાર્યવાહી ઝડપી કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં તે પછી ઝડપી તપાસનો દોર શરૂ થયો હતો. અંતે સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા કઠોર વલણ અપનાવ્યા બાદ સીબીઆઇ દ્વારા તપાસ વધારે ઝડપી કરવામાં આવી હતી. પિડિતાએ વર્ષ ૨૦૧૭માં ઉન્નાવનાં ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સામે દુષ્કર્મનો આરોપ કર્યો હતો. આ મામલામાં સેંગરની ધરપકડ કરવામા આવ્યા બાદ પિડિતાનાં પરિવારનાં સભ્યોની મુશ્કેલીઓ વધી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.