વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હીનાં હરિ નગરથી ભાજપનાં ઉમેદવાર તજિંદર પાલ સિંહ બગ્ગાએ દાવો કર્યો છે કે, આ વખતે ચૂંટણીમાં ભાજપ 50 થી વધુ બેઠકો જીતશે. આ સાથે બગ્ગાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કેજરીવાલ ડરે છે કે ભાજપ 50 થી વધુ બેઠકો જીતી લેશે. આને કારણે ચૂંટણીનાં 15 દિવસ પહેલા જ દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફિસમાં દસ્તાવેજો સળગાવી દેવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે, સોમવારે દિલ્હીનાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા, જેને શાંત કરવા માટે 8 ફાયર બ્રિગેડની ગાડીઓને બોલાવવામાં આવી હતી.
Tajinder Pal Singh Bagga, BJP candidate from Hari Nagar: BJP will win more than 50 seats in the upcoming Assembly elections, Kejriwal ji is afraid of this. That is why documents were burnt at Delhi Transport Corporation (DTC) office, 15 days before the polls. #DelhiElections pic.twitter.com/QQJAooLers
— ANI (@ANI) January 21, 2020
બીજી તરફ, એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને મંગળવારે આમ આદમી પાર્ટીએ ત્રિનગર વિધાનસભા મત વિસ્તારનાં ઉમેદવાર જિતેન્દ્રસિંહ તોમરની ટિકિટ કાપી છે. હવે તમામ ત્રિનગર વિધાનસભા વિસ્તારનાં જિતેન્દ્રસિંહ તોમરની પત્ની પ્રીતિ તોમર આમ આદમી પાર્ટીનાં નવા ઉમેદવાર બનશે. જિતેન્દ્રસિંહ તોમરનું પત્તુ કપાવવા પાછળનું કારણ તેમણે ભરેલા સોગંદનામામાં ખોટી માહિતી ભરવુ છે. જો કે ત્યારબાદ આમ આદમી પાર્ટીએ જિતેન્દ્રસિંહ તોમરની પત્નિ પ્રીતિ તોમરને ટીકિટ આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
