ભાજપનાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે શુક્રવારે લોકસભામાં નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવનારા નિવેદન બદલ માફી માંગી છે. આ સાથે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પોતાને આતંકવાદી ગણાવ્યા પર નામ લીધા વિના પ્રહાર કર્યા છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે કોર્ટ દ્વારા તે દોષી નથી માની અને આતંકવાદી શબ્દનો ઉપયોગ કરવો તે ગેરકાયદેસર છે. પ્રજ્ઞા ઠાકુરનાં આ નિવેદન પર હવે રાહુલ ગાંધીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
#WATCH Delhi: Congress MP Rahul Gandhi reacts to BJP MP Nishikant Dubey demanding to bring privilege motion against him for calling BJP MP Pragya Singh Thakur, a 'terrorist'. He says, "Do it. Do whatever you want to. I have clarified my position." pic.twitter.com/iNZiQk7ULl
— ANI (@ANI) November 29, 2019
નાથુરામ ગોડસેને લઇને આપવામાં આવેલા નિવેદન બાદ પ્રજ્ઞા ઠાકુરની ઘણી આલોચના થઇ રહી છે જેને લઇને કોંગ્રેસે માંફીની માંગ પણ કરી હતી. શુક્રવારે પ્રજ્ઞા ઠાકુરે દેશની માંફી માગી હતી અને કહ્યું હતું કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. આ સિવાય તેમણે પોતાને આતંકવાદી ગણાવતા વિપક્ષનાં નિવેદનને કાયદાની વિરુદ્ધ પણ ગણાવ્યો હતો. પ્રજ્ઞાની આ ટિપ્પણીનાં પગલે ગૃહમાં ભાજપનાં અન્ય સાંસદોએ તેમનો સમર્થન વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસને માંફી માંગવાનું કહ્યું હતું.
BJP MP Nishikant Dubey demands to bring privilege motion against Congress MP Rahul Gandhi for calling BJP MP Pragya Thakur a 'terrorist'.
— ANI (@ANI) November 29, 2019
ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને ‘આતંકવાદી’ ગણાવતા કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવની માંગ ભાજપનાં સાંસદ નિશીકાંત દુબેએ કરી હતી. લોકસભામાં નિશીકાંત દુબેએ કહ્યું કે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે સરકાર બનાવી, જ્યારે શિવસેનાએ તેના ‘સામના’ માં પણ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. નિશીકાંત દુબેનાં આ નિવેદન પર રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
BJP MP Nishikant Dubey in Lok Sabha: Congress has made government with Shiv Sena in Maharashtra. Shiv Sena called Nathuram Godse a patriot in 'Saamna'. Congress satta aur lalach ke liye kisi bhi seema tak ja sakti hai. pic.twitter.com/hZ8nFILrgI
— ANI (@ANI) November 29, 2019
મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે શું તે હજી પણ પ્રજ્ઞા ઠાકુર આતંકવાદી છે તેવી પોતાની ટિપ્પણીને યોગ્ય માને છે? તો તેમણે કહ્યું કે, પ્રજ્ઞાએ જે કહ્યું તેના પર તે વિશ્વાસ રાખે છે, હું હજી પણ મારા મુદ્દા સાથે ઉભો છું. મેં મારા ટ્વીટમાં જે લખ્યું તેને હું હજી પણ યોગ્ય માનુ છું. નિશીકાંત દુબેનાં નિવેદન પર તેમણે કહ્યું કે ભાજપને જે કરવુ હોય તે કરી શકે છે મેં મારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
