જમ્મુ-કાશ્મીર/ ભાજપે ગુપકર પર કર્યા પ્રહાર, કહ્યું આતંકવાદ સામેની લડાઈમાં આ સૌથી મોટો અવરોધ

જમ્મુ અને કાશ્મીરમાં ગુપકર ગઠબંધન એકસાથે વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયથી નાના રાજકીય પક્ષોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે

Top Stories India
8 1 21 ભાજપે ગુપકર પર કર્યા પ્રહાર, કહ્યું આતંકવાદ સામેની લડાઈમાં આ સૌથી મોટો અવરોધ

જમ્મુ અને કાશ્મીરમાં ગુપકર ગઠબંધન એકસાથે વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી નાના રાજકીય પક્ષોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. બીજી તરફ, અગાઉના હરીફો પીડીપી અને નેશનલ કોન્ફરન્સ એક સાથે આવી રહ્યા છે કારણ કે તેઓ ભાજપને સત્તાથી દૂર રાખવા માંગે છે. હવે ભાજપે ગુપકર ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે આ ગઠબંધન આતંકવાદ સામેની લડાઈમાં સૌથી મોટો અવરોધ છે.

ભાજપે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને શિક્ષિત કરવાને બદલે તેઓ હિંસા ભડકાવે છે. આ વંશવાદી રાજકારણીઓ તેમના નિવેદનોથી લોકોને ગેરમાર્ગે દોરે છે. જણાવી દઈએ કે PAGD પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જાહેરાત કરી હતી કે આ વખતે ગઠબંધનના સભ્યો સાથે મળીને ચૂંટણી લડશે. એવું માનવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ માટે આ મોટો પડકાર બની શકે છે.

જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન પંચનો રિપોર્ટ ફાઈલ થયા બાદથી ચૂંટણીનું રાજકારણ ગરમાવા લાગ્યું છે. સાથે જ શબ્દોનું યુદ્ધ પણ તેજ થઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી જ નેશનલ કોન્ફરન્સ અને પીડીપી એક બેનર હેઠળ આવ્યા હતા. આ ગઠબંધનમાં કેટલાક નાના પક્ષો પણ સામેલ છે.

દરમિયાન, ગુપકર ગઠબંધનને આંચકો લાગ્યો છે જ્યારે તેમાં સામેલ જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ પાર્ટીએ ગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા છે. પાર્ટીના અધ્યક્ષ ડૉ.મુસ્તફા ખાને કહ્યું કે ગઠબંધન પાસે કોઈ સ્પષ્ટ વ્યૂહરચના નથી. અગાઉ ડીડીસી ચૂંટણી બાદ સજ્જાદ લોનની પાર્ટી પીપલ્સ કોન્ફરન્સ ગઠબંધનથી અલગ થઈ ગઈ હતી.