નિર્ણય/ ટીમ ઈન્ડિયાના ચાહકો માટે સારા સમાચાર, ડે-નાઈટ ટેસ્ટમાં 100 ટકા દર્શકો સ્ટેડિયમમાં મેચ જોઈ શકશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 12 માર્ચથી બેંગ્લોરમાં રમાશે, આ માટે ભારતીય ટીમે તૈયારી શરૂ કરી દીધી છે,ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ બેંગ્લોરમાં ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે

Top Stories Sports
15 6 ટીમ ઈન્ડિયાના ચાહકો માટે સારા સમાચાર, ડે-નાઈટ ટેસ્ટમાં 100 ટકા દર્શકો સ્ટેડિયમમાં મેચ જોઈ શકશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 12 માર્ચથી બેંગ્લોરમાં રમાશે. આ માટે ભારતીય ટીમે તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ બેંગ્લોરમાં ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે એક સારા સમાચાર છે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને આ મેચ જોવા માટે 100 ટકા દર્શકોને સ્ટેડિયમમાં જવાની મંજૂરી આપી છે.

ભારત-શ્રીલંકા ડે-નાઈટ ટેસ્ટ માટે ટિકિટની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. કેએસીએના વિનય મૃત્યુંજયે જણાવ્યું હતું કે પ્રથમ બે દિવસ માટે, જનતા માટે ઉપલબ્ધ 10,000 ટિકિટ પહેલેથી જ બુક થઈ ગઈ છે. ટિકિટની માંગ પણ વધુ વધી છે. ટિકિટોની વધતી જતી માંગને જોતા કેએસસીએ વધારાની ટિકિટોનું વેચાણ શરૂ કરી દીધું છે.

એસોસિએશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, “દર્શકોની હાજરી પરના નિયંત્રણો હટાવવા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને, કેએસસીએ સ્ટેડિયમમાં સંપૂર્ણ ક્ષમતાથી ટિકિટોનું વેચાણ શરૂ કરશે.”

જૂન 2018 બાદ પ્રથમ વખત બેંગ્લોરમાં ટેસ્ટ મેચ રમાશે. છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ અહીં જાન્યુઆરી 2020માં રમાઈ હતી. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આમાં રોહિત શર્માએ પણ સદી ફટકારી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ અહીં રમાવાની હતી, જે વિરાટ કોહલીના ટેસ્ટ કરિયરની 100મી મેચ બનવા જઈ રહી હતી, પરંતુ ત્યારબાદ BCCIએ નિર્ણય બદલી નાખ્યો. હવે અહીં શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ રમાશે.