Not Set/ પંચાયત ચૂંટણી : બે કરોડથી વધુ મતદારોના મૂડ પારખવાની તક

પક્ષીય નિશાન ન હોય પણ પક્ષના કાર્યકર તો મેદાનમાં ઉતરવાના જ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક પક્ષને પોતાનું સંગઠન મજબૂત બનાવવાનો અવસર મળે છે.

Gujarat
પંચાયત ચૂંટણી પંચાયત ચૂંટણી : બે કરોડથી વધુ મતદારોના મૂડ પારખવાની તક

ભલે ચૂંટણી ગ્રામ્ય વિસ્તારની હોય, ગ્રામજનોને પોતાની કોઠાસૂઝ બતાવવાનો મોકો મળ્યો હોય, ભલે આ ચૂંટણી કોઈ રાજકીય પક્ષના નિસાન પર લડાવાની ન હોય પરંતુ ૬૦ ટકા ગામડાઓને આવરી લેતી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જીતવા માટે તમામ રાજકીય પક્ષો પોતાની તાકાત તો કામે લગાવવાના જ છે. ૨૦૨૦ના નવેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે તેના બરાબર ૧૧ માસ પહેલા યોજાનારી કુલ ૧૦૮૭૯ ગ્રામ પંચાયતોની ૧૯મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી અનેક રીતે નવા પરિમાણો સર્જનારી પૂરવાર થવાની છે. આ ચૂંટણીમાં ૧.૬ કરોડ પુરૂષો અને ૧૬ કરોડ મહિલા મતદારોને પોતાના ‘મત’ની તાકાતનો ઉપયોગ કરવાનો મોકો મળવાનો છે. ગુજરાતમાં ૧૮૦૦ ગામો છે તેમાંથી ૧૦૮૭૯ ગામોના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી થશે. આની ગણતરી કરીએ તો ૧૦૮૭૯ ગ્રામ પંચાયતોને ૧૦૨૮૪ સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત ૮૯૭૦૨ વોર્ડના સભ્યોની ચૂંટણી યોજાશે. જ્યારે આ વિશ્લેષણ મુજબ ૧૦૧૧૭ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૬૯૭ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી ઈવીએમ મશીનથી નહિ પણ બેલેટ પેપરથી યોજાવાની છે. આથી આમા બટન દબાવવાનું નથી પરંતુ સરપંચ અને પોતાના વોર્ડના અલગ અલગ ગ્રામ પંચાયતોના વોર્ડમાં પોતાના પસંદગીના ઉમેદવારોને પસંદ કરી સિક્કો મારવાનો છે. ટૂંકમાં જૂની પદ્ધતિથી મતદાન કરવાનું છે. આ માટે ૨૮ હજારથી વધુ મતદાન મથકો અને ૫૪૦૦૦થી વધુ મતપેટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

jio next 5 પંચાયત ચૂંટણી : બે કરોડથી વધુ મતદારોના મૂડ પારખવાની તક
આ તો બધી આંકડાકીય માહિતી થઈ. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટ કે પછી અન્ય કોઈ પક્ષ પોતાના પક્ષના નિશાન પર નહિ પરંતુ સ્વતંત્ર નિશાન પર લડશે. પરંતુ મોટેભાગે સરપંચ કે અન્યઆગેવાનો એકયા બીજા પક્ષ સાથે સંકળાયેલા હોય છે તેથી રાજકીય પક્ષોના આગેવાનો પોતાની તાકાત કામે લગાડવાના તેમાં બે મત નથી. પહેલો પ્રયાસ ગ્રામ પંચાયતમાં બીનહરિફ એટલે કે સમરસ ચૂંટણીનો થશે. દર વખતે ૪૦ ટકા બેઠકો સમરસ થતી જ હોય છે અને ગામની એકતાના નામે ગામના એ એક યા બીજા પક્ષ સાથે ઘરોબો ધરાવતા આગેવાનો દ્વારા આ ખેલ પાડવામાં આવે છે.
હવે રાજકીય પક્ષો ભલે પોતાના કમળ, હાથ કે ઝાડુ ના નિશાન સાથે ચૂંટણી ન લડવાના હોય અને સ્થાનિક ચૂંટણી પંચે ફાળવેલા નિશાન સાથે ચૂંટણી લડવાના હોય પણ રાજકીય પક્ષો પોતાના સમર્થકોને તો મેદાનમાં ઉતારવાના જ છે. તેથી આપણ ભલે સીધો નહિ પરંતુ આડકતરો ચૂંટણી જંગ બની રહેવાનો છે. તે હકિકતની કોઈ ના પાડી શકે તેમ નથી. સત્તાધારી પક્ષ તો ચૂંટણી પહેલા ગ્રામ યાત્રાના નામે વિકાસ કામોના ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરીને નગારે ઘા મારી દીધો છે અથવા તો આડકતરી રીતે ચૂંટણી પુરી થયા પહેલા જ પ્રચારનો પ્રથમ ઘા સરકારી ખર્ચે પૂર્ણ કરી લીધો છે.

હવે નિષ્ણાતો અંદાજ મૂકે છે તે પ્રમાણે આ ચૂંટણી જાણે નાની હોય પરંતુ દરેક રાજકીય પક્ષો માટે નિર્ણાયક અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહો તો સત્તાની સેમિફાઈનલ સમી અથવા તો વિધાનસભા ચૂંટણીના રીહર્સલ સમી તો ચોક્કસ કહી શકાય. કોઈપણ ગામમાં સરપંચ કે વોર્ડની ચૂંટણી લડનારા ઉમેદવારો પૈકી ૧૦ કે ૧૨ ટકા ઉમેદવારો જ એવા હશે કે જે એક યા બીજા પક્ષ સાથે સંકળાયેલા ન હોય. સરપંચ અને ગ્રામ પંચાયતોના વોર્ડ સભ્યોની જે પેનલ ઉતરશે તે એક યાદ બીજા કે ત્રીજા પક્ષની પેનલ ભલે ન કહેવાય પરંતુ સમર્પિત ઉમેદવારોની પેનલ તો અવશ્ય કહેવાશે તે નક્કી ચે અને મતદાન પણ એ રીતે જ થશે.

હવે પક્ષીય દૃષ્ટિએ જાેઈએ તો દર વખતે ભાજપ કોંગ્રેસ અને મજબૂત ઉમેદવારો વચ્ચે જંગ ખેલાય છે. પક્ષીય નિશાન ન હોવાથી ઘણા કિક્સામાં એવું પણ બને છે કે એક જ પક્ષના ઉમેદવારો વચ્ચે પણ જંગ કેલાતા હોવાના બનાવો જાેવા મળ્યા છે અને રાજ્યનો સત્તાદારી પક્ષ ભાજપ ગુજરાતમાં અન્ય કોઈ પક્ષ કરતાં દરેક રીતે મજબૂત છે. ગામડે ગામડે તેની પેજ સમિતિ, બુથ સમિતિ અને વોર્ડ સમિતિ છે. આ ઉપરાંત જ્યાં આ ચૂંટણી યોજાવાની છે તેગામો સાથે સંકળાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતો પૈકી તમામ જિલ્લા પંચાયતો અને મોટાભાગની તાલુકા પંચાયતો પર ભાજપનું વર્ચસ્વ છે. સરકાર ભાજપની છે અને સંગઠનની રીતે ભાજપ મજબૂત છે. ભાજપે તો ઘણા લાંબા સમયથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી. ચૂંટણી ભલે હવે યોજાતી હોય પરંતુ કવાયત શરૂ થઈ ગઈ છે. જાે કે એક વાત સાચી કે ડિસેમ્બરના છેલ્લા વીકની વાત હતી તેના બદલે ત્રીજા વીકમાં આ ચૂંટણી યોજાય છે. આ કોઈ જેવી તેવી વાત તો હરગીઝ નથી.

જાેકે પડકાર પણ છે. લાંબા સમયથી રાજ્યમાં અને કેન્દ્રમાં સત્તા ભોગવતા પક્ષ માટે એન્ટી ઈન્કમબન્સીનો પડકાર તો છે જ. ખાતર, બિયારણના વદેલા ભાવ અને મોંઘવારીનો મુદ્દો નડવાનો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો કેમ નથી ? વાવાઝોડા સહિતની કુદરતી આફતો વખતે તંત્ર મોડું પહોંચે છે તેના કારણે ગ્રામજનોને નડેલી હાડમારીનો પ્રશ્ન પણ મુદ્દો બનશે. કોરોનાની બીજી લહેર વખતે સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોએ સહન કર્યું છે તો જાે કે ત્યાં તંત્ર થોડું મોડું જાગ્યું હતું તેવી ફરિયાદ તો છે જ. આ બધી અસર થઈ શકે છે પણ સંગઠન અને સત્તાની તાકાત અને નબળા વિપક્ષના કારણે અને પક્ષીય નિશાન વગરની ચૂંટણી હોવાથી પહોંચી વળશે એવું ભાજપના આગેવાનો માને છે.

કોંગ્રેસમાં તો હજી પ્રદેશ સંગઠનના ઠેકાણા નથી. પ્રમુખ અને વિપક્ષી નેતા પણ ઈનચાર્જ છે. ઘણા જિલ્લાઅને તાલુકા કક્ષાએ સંગઠનનું માળખું નથી. હવે કદાચ જાગીને સંગઠનના માળખા માટે પ્રયાસ કરશે પણ આ માટે દેશનો સૌથી જુનો પક્ષ ઉંગતો ઝડપાઈ ગયો છે તે વાતની નોંધ લેવી જ પડશે. કોંગ્રેસ માટે આ ચૂંટણી જરાય આસાન નહિ બોય. હતાશામાં ગેરાયેલા કોંગ્રેસી કાર્યકરો પોતાના મુળભૂત નિશાન વગર કેટલી બેઠકો પર મેદાનમાં ઉતરે છે તે જાેવાનું રહે છે. ભલે ગુજરાતમાં ત્રીજુ બળ સત્તા ન મેળવતું હોય પરંતુ સત્તા વિરોધી મતમાં ભાગલાં અવશ્ય પડાવે છે. ગત સ્થાનિક ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં સરેરાશ ૧૫ થી ૧૮ ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦ ટકા આસપાસ મત મેળવનારે અને સુરત મહાનગરપાલિકામાં ૨૭ બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બનનાર તેમજ અમરેલી અને ભાવનગર જિલ્લા પંચાયતમાં એક-એક મળી બે બેઠકો મેળવનાર આમ આદમી પાર્ટી પડકારરૂપ તો છે જ. આ પક્ષે તાલુકા પંચાયતોની પણ એકત્રીસ બેઠકો જીતી છે. જેથી આ પક્ષ કોંગ્રેસને મત આપનારા વર્ગના મતોમાં ભાગ પડાવવા હાજર તો છે જ. આ ચૂંટણી આ ત્રણેય પક્ષો માટે વિધાનસભા ચૂંટણી પહેલાના શક્તિ પ્રદર્શન સમી છે અને બે કરોડથી વધુ મતદારોના મૂડ પારખવાનો અવસર છે.