Earthquake/ દેશની રાજધાની દિલ્હીમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા જાણી ચોંકી જશો તમે

ઉત્તર ભારતમાં તીવ્ર આંચકા અનુભવાયા છે. દિલ્હી એનસીઆર રાત્રે 10.31 વાગ્યે ભૂકંપથી હચમચી ઉઠ્યું હતું.

India
PICTURE 4 165 દેશની રાજધાની દિલ્હીમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા જાણી ચોંકી જશો તમે

ઉત્તર ભારતમાં તીવ્ર આંચકા અનુભવાયા છે. દિલ્હી એનસીઆર રાત્રે 10.31 વાગ્યે ભૂકંપથી હચમચી ઉઠ્યું હતું. ભૂકંપની અસર હરિયાણા, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં પણ જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાન હોવાનું જણાવાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે.

ફરી એક વખત સમગ્ર ઉત્તર ભારત હચમચી ઉઠ્યું છે. દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. ભારત સાથે વિદેશોમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપ આવ્યો છે. ભારતનાં અનેક રાજ્યો ભૂકંપથી હચમચી ઉઠ્યા હતા. અફઘાનિસ્તાન ભૂકંપનું કેન્દ્ર હોવાનુ સામે આવી રહ્યુ છે. સિસ્મોલોજીનાં નેશનલ સેન્ટરનાં જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. ભારતનાં યુપી, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. શ્રીનગરમાં પણ આંચકા અનુભવાયા છે.

શુક્રવારે દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. જો કે, હજી સુધી કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારનું જાન હાનીની માહિતી નથી, પરંતુ લોકો આ ભૂકંપથી ડરી ગયા છે. શનિવારે રાત્રે લગભગ 10:31 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આપને જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક દિવસોથી, ભારતમાં વારંવાર ભૂકંપનાં આંચકા આવી રહ્યા છે. દિલ્હી-એનસીઆર સિવાય પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, હિમાચલમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે.

High Court / કોમેડિયન મુનાવર ફારૂકીના બે મિત્રોના જામીન મંજુર

Social Media / સરકારની લાલ આંખની દેખાઈ અસર, ટ્વીટરે 97 ટકા એકાઉન્ટ્ને કર્યા બંધ

High Way / કેન્દ્ર સરકારે તો રસ્તાઓના સમારકામ માટે 7500 કરોડ આપ્યા, પરંતુ રાજ્યોએ ખર્ચ કર્યો જ નહીં

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથેે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ