Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Social Media/ સરકારની લાલ આંખની દેખાઈ અસર, ટ્વીટરે 97 ટકા એકાઉન્ટ્ને કર્યા બંધ

ટ્વિટર સામે ભારત સરકારનું કડક વલણ હવે દેખાઈ રહ્યુ છે. સરકારનાં કડક આદેશો બાદ સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેના 97 ટકા એકાઉન્ટ્સને સંપૂર્ણ રીતે બંધ કરી દીધા છે

February 12, 2021February 12, 2021hardik shah
India

ટ્વિટર સામે ભારત સરકારનું કડક વલણ હવે દેખાઈ રહ્યુ છે. સરકારનાં કડક આદેશો બાદ સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેના 97 ટકા એકાઉન્ટ્સને સંપૂર્ણ રીતે બંધ કરી દીધા છે. આ એવા એકાઉન્ટ્સ છે કે જેની આઇટી મંત્રાલયે ફરિયાદ કરી હતી કે તેઓ બધા ખેડૂત આંદોલન વિશે ભડકાઉ હેશટેગ્સથી ટ્વીટ કરી રહ્યા છે. સરકારનો આરોપ છે કે આ તમામ એકાઉન્ટ્સમાં ખાલિસ્તાન અને પાકિસ્તાન પ્રત્યેની સહાનુભૂતિ રાખનારાઓનું સમર્થન છે. ટ્વિટરનાં આ પગલાથી હવે સરકારની સાથેનો ક્લેશ ઓછો થવાની સંભાવના છે.

સરકારે કંપનીને કુલ 1435 ટ્વિટર એકાઉન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 1398 એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, ટ્વિટર દ્વારા આ કાર્યવાહી તે બેઠક પછી આવી હતી, જેમાં આઇટી સેક્રેટરી અજય પ્રકાશ સહિત અનેક અધિકારીઓએ ટ્વિટરનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે કંપનીએ ભારતનાં કાયદાઓનું પાલન કરવાનું જ રહેશે. આ બેઠક પછી જ યુએસ કંપની ટ્વિટર દ્વારા સંબંધિત યૂઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પહેલા બુધવારે સરકારે ટ્વિટર પર ખેડૂત આંદોલન અંગે પ્રચાર અને પ્રચાર ફેલાવનારા એકાઉન્ટ્સ અને હેશટેગ સામે તાકીદે કાર્યવાહી કરવામાં વિલંબ અંગે ‘જોરદાર નારાજગી’ વ્યક્ત કરી હતી. માહિતી ટેકનોલોજી મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, કંપનીનાં પોતાના નિયમો હોઈ શકે છે, પરંતુ તેણે દેશનાં કાયદાઓનું પાલન કરવું જ જોઇએ.

Political / બંગાળમાં મમતાને વધુ એક ઝટકો, TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામુ

Political / લો બોલો!! રાહુલ ગાંધીને પોતાના પરિવારનાં ઈતિહાસ વિશે પણ નથી ખબર: અનિલ વિજ

APPOINT / મલ્લિકાર્જુન ખડગે બનશે રાજ્યસભામાં નવા વિપક્ષ નેતા, ગુલામનબી આઝાદની લેશે જગ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…

Post navigation

તારીખ પે તારીખ…લાલુ પ્રસાદ યાદવને જામીન માટે હજી જોવી પડશે રાહ
ગાંધીનગરના રાંધેજામાં એસીબીની ટ્રેપ, ગ્રાહક સુરક્ષાના નામે તોડ કરવા ગયેલા 3 લોકો ઝડપાયા, 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એસીબીએ ઝડપ્યા, આરોપીએ ખાનગી ગેસ એજન્સી માગ્યા હતા 50 હજાર, ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય હોવાનું કહીને માંગ્યા પૈસા, ACBએ છટકું ગોઠવીને ત્રણેય લોકોને ઝડપી પાડ્યા

More Posts

Not Set/ ભાગેડુ અપરાધીઓનો પસંદગીનો દેશ બ્રિટન: આ છે કારણ

June 14, 2018June 15, 2018Jay Mehta

Tribute to Sharad Yadav/ રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત રાજકિય નેતાઓએ શરદ યાદવના નિધન પર શ્રદ્વાંજલિ આપી

January 13, 2023January 13, 2023mustak malik

Not Set/ લોકડાઉન વચ્ચે આ પૂર્વ CM ના પુત્રના થઇ રહ્યા છે લગ્ન, સરકાર કરશે વિડીયોગ્રાફી

April 17, 2020mansi patel

Jharkhand/ હેમંત સોરેનની ભાભી સીતા સોરેને પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

March 19, 2024Maya Sindhav

Not Set/ સત્તામાં આવ્યા બાદ ભાજપનાં નેતાઓએ અરબો-ખરબોની સંપત્તિ બનાવી : માયાવતી

July 19, 2019July 19, 2019hardik shah

Not Set/ મેડિકલ ટીમ પર પથ્થરમારો કરનારા પર ભડક્યા દબંગ સલમાન ખાન, કહ્યુ- હજુ સમય છે સમજી જાઓ, નહી તો….

April 16, 2020mansi patel

Accident/ પંજાબના દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર સર્જાયો ભયાનક અકસ્માત,  100 વાહનોની અથડામણમાં 1નું મોત

November 13, 2023Heena Dave

અહો આશ્ચર્યમ...!!/ ફાર્મસીમાં કામ કરતા Computer ઓપરેટરની ટાઈપિંગ સ્પીડ જોઈ લોકો થયા દંગ, વીડિયો થયો વાયરલ

January 12, 2024January 12, 2024Heena Dave

Corona vaccine case/ કોવેક્સિન રસી પર BHUના અભ્યાસ પર ICMRએ ઉઠાવ્યા સવાલ, પ્રોફેસરને આપી ચેતવણી

May 20, 2024Maya Sindhav

West Bengal News/ 6 બાંગ્લાદેશીઓ ગુપ્ત રીતે ભારતથી પાછા જઈ રહ્યા હતા, BSF સૈનિકો સાથે એન્કાઉન્ટર થયું; એક માર્યો ગયો

August 12, 2024Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy