કોરોના સંક્રમણનાં કેસમાં બે નિરાશાજનક અહેવાલો સામે આવ્યા છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ત્રણ લાખને વટાવી ગઈ છે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના કેસો એક લાખને વટાવી ગયા છે. ભારત વિશ્વનો ચોથો દેશ છે જેમાં ત્રણ લાખ કે તેથી વધુ કોરોનાનાં કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય છે જ્યાં એક લાખ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રનો આંકડો વિશ્વનાં ઘણા દેશો કરતા વધુ છે.
આપને જણાવી દઇએ કે, શુક્રવારે મહારાષ્ટ્રમાં 3,493 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં કુલ કેસની સંખ્યા 1,01,141 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાથી થયેલા મોતની કુલ સંખ્યા 3,717 છે. એકલા મુંબઈમાં શુક્રવારે 1,372 નવા કેસ નોંધાયા હતા અને 90 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મુંબઈમાં કુલ કેસની સંખ્યા વધીને 55,357 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 2,042 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાનાં કેસ અત્યાર સુધીમાં વધીને 3,09,389 અને 8,890 લોકોનાં મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોનાનો સૌથી વધુ કહેર જોવા મળ્યો છે. અહી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 લાખથી વધુ પહોંચી ગઈ છે. વળી અમેરિકામાં કોરોનાથી 1,16,050 મૃત્યુ થયા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. અમેરિકા પછી, બ્રાઝિલ તે દેશ છે જ્યાં આઠ લાખથી વધુ કોરોનાનાં દર્દીઓ મળી આવ્યા છે. રશિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખથી વધુ છે. ભારતમાં ત્રણ લાખથી વધુ કોરોનાનાં કેસ નોંધાયા છે. સ્પેન, ઇંગ્લેંડ, ઇટાલી, પેરુ એવા દેશો છે જ્યાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા બે લાખથી વધુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
