New Delhi News : કોંગ્રેસ પાર્ટીએ બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પને યુનાઇટેડ સ્ટેટ્સની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા યુએસ સાથે મળીને કામ કરવા અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો .
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના બીજા કાર્યકાળમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી.
Congratulations on your victory, @realDonaldTrump! Wishing you success in your second term as US President.
All the best to @KamalaHarris in her future endeavours.
— Rahul Gandhi (@RahulGandhi) November 6, 2024
“તમારી જીત બદલ અભિનંદન, @realDonaldTrump! અમેરિકી રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળમાં તમને સફળતાની શુભકામનાઓ. @KamalaHarris ને તેમના ભાવિ પ્રયાસોમાં શુભેચ્છાઓ,” ગાંધીએ X પર પોસ્ટ કર્યું.
આ પણ વાંચોઃજમ્મુ-કાશ્મીરના રિયાસીમાં મોટો અકસ્માત, ત્રણ લોકોના મોત, 4 ઘાયલ
આ પણ વાંચોઃજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવો નવી સરકાર માટે મોટો પડકાર
આ પણ વાંચોઃછ વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું
