ડ્રોન ઉડાડવાના શોખીન લોકો માટે ચેતી જવા જેવા સમાચાર છે કારણકે ડ્રોન ઓપરેટ કરનાર વ્યક્તિ પાસે રીમોટ પાઇલટનું લાયસન્સ હોવું જરૂરી છે. લાઇસન્સ વગરની વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ માત્ર સર્વે, ફોટોગ્રાફી, સુરક્ષા અને મહિતી એકઠી કરવા માટે કરી શકાશે. મહત્ત્વની વાત છે કે, સરકાર દ્વારા આ નવા નિયમો છેલ્લા 10 મહિનાની અંદર મળેલા સૂચનોના આધારે બનાવવામાં આવ્યા છે. આ નિયમ અંતર્ગત હવે ખોટી રીતે ડ્રોન ઉડાડનાર આ લોકો ચેતી જશે અને ડ્રોનનો ઉપયોગ મંજૂરી લીધા પછી કરશે.
આજકાલ ઘણા લોકો પોતાના શોખ માટે અલગ-અલગ પ્રકારના વીડિયો ઉતારવા માટે પોતાની મરજી અનુસાર ગમે ત્યારે ડ્રોન કેમેરાને ઉડાડતા હોય છેઆ ઉપરાંત કેટલાક માતા-પિતા એવા હોય છે કે જે બાળકોને મોજશોખ પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનિક ડ્રોન વાળા રમકડા અપાવતા હોય છે.પરંતુ હવે લોકો પોતાની મરજી અનુસાર ગમે ત્યારે ડ્રોન ઉડાડી શકશે નહીં કારણ કે, સરકાર દ્વારા ડ્રોન કેમેરો ઉડાડવા બાબતે શુક્રવારના રોજ કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.સરકાર દ્વારા 250 ગ્રામથી લઈને 2 કિલો વજન ધરાવતા ડ્રોનને માઈક્રો ડ્રોનની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. માઈક્રો ડ્રોનની કેટેગરીમાં આવતા ડ્રોન ઉડાડવા માટે અગાઉથી મંજૂરી લેવાની રહેશે. આ ઉપરાંત નવા નિયમ અંતર્ગત અનઅધિકૃત રીતે ડ્રોનની ખરીદી તેનું વેચાણ, આયાત અને ડ્રોન ભાડે આપવું તે ગેરકાયદેસર રહેશે.

હવે જો લોકોએ મંજૂરી લીધા વગર જ ઉડાડશે અને આવા તંત્રના ધ્યાને આવી તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોન ઉડાડનાર વ્યક્તિ પાસે જ 250 ગ્રામથી વધારે વજન ધરાવતું રીમોટ સંચાલિત ડ્રોન હોય તો તેને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન મંજૂરી લેવી પડશે. મંજૂરી બાદ જ વ્યક્તિ ડ્રોન કેમેરો ઉડાળી શકશે. તાલીમ અને લાઈસન્સ વગર જો ડ્રોન ઉડાડવામાં આવે તો 25 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.રિપોર્ટ અનુસાર માનવ રહિત વિમાન પ્રણાલી નિયમ 2021 અંતર્ગત ડ્રોન કેમેરાના ઉપયોગને લઈને વ્યક્તિગત, વ્યવસાય સાથે રિસર્ચ, ટેસ્ટિંગ, પ્રોડક્શન અને તેના ઈમ્પોર્ટને લઈને નિયમો સરકારે જાહેર કર્યા છે. આ નિયમ અનુસાર ડ્રોન દ્વારા કોઈ પણ વસ્તુની ડિલિવરી કરી શકાશે નહીં. જો તમારી પાસે નેનો ડ્રોન છે તો તેની ગતિ 15 મીટર પ્રતિ સેકન્ડની હોવી જોઈએ અને જો તમારી પાસે 100 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ ધરાવતું ડ્રોન છે એટલે તે ડ્રોન રિમોટથી ઓપરેટ થતું હોવું જોઈએ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
