@અમિત રૂપાપરા
લોકો હવે નેટબેન્કિંગનો ઉપયોગ વધારે કરે છે. તેવામાં સાયબર ક્રાઇમના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના એક વ્યક્તિને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ કરાવી સારો ફાયદો કરાવવાની લોભામણી લાલચ આપી 65 લાખ 55 હજાર રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં આરોપીએ ટ્રાન્સફર કરાવી આ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી હતી. તેથી સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે છેતરપિંડી કરનારા આરોપીને પકડી પાડ્યા છે અને તેમના બેંક એકાઉન્ટમાં રહેલા 25,96,066 રૂપિયા ફ્રીઝ કરાવ્યા છે.
સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ભોગ બનનાર વ્યક્તિને ડિસેમ્બર 2022થી અલગ અલગ મોબાઈલ નંબર પરથી કેટલા ઈસમોએ માર્ચ 2023 સુધી ફોન કર્યા હતા અને ફોન કરનારે પોતાની ઓળખ મેટલ ગોલ્ડ કંપનીમાંથી એશલી એન્ડ્રસન વાત કરતો હોવાનું જણાવ્યું હતું. પોતાની ઓળખે હેડ ઓફ ગોલ્ડ ઓપરેશન તરીકેની આપી હતી. આ વ્યક્તિએ ફરિયાદી પાસેથી પોતાની 6 અલગ અલગ બેંક એકાઉન્ટમાં ફરિયાદીને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરાવી વળતર અપાવવાની લોભામણી લાલચ આપી હતી.
જોકે આરોપીએ ફરિયાદીને એક લિંક મોકલી હતી અને આ લિંક પર ફરિયાદીનું ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ માટે એકાઉન્ટ બનાવ્યું હતું અને અલગ અલગ સમયે ફરિયાદીએ કુલ 65,55,000 રૂપિયા ફોન કરનાર વ્યક્તિને ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરિયાદીને પોતાના પૈસા વિડ્રોલ કરવાના હોવાથી એશલી નામના વ્યક્તિને રિક્વેસ્ટ આપી હતી. ત્યારબાદ આ વ્યક્તિ ટેકનિકલ સમસ્યા તથા સરકાર સાથે ટેક્સ બાબતે પડતી મુશ્કેલીનું કારણ જણાવી ઇન્વેસ્ટમેન્ટ કરનાર વ્યક્તિને 65 લાખ 55 હજાર રૂપિયા પરત આપતો ન હતો. ત્યારબાદ ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ મામલે ટેકનીકલ સર્વેલાન્સના આધારે તપાસ કરવામાં આવી હતી અને ગુનામાં સંડોવાયેલા આરોપી સલમાન શેખ, જુબેર શેખ અને ઈકબાલ શાહને મહારાષ્ટ્રમાંથી પકડી પાડ્યા હતા. આ ઉપરાંત પોલીસે આરોપી સદામ શેખ, અનવર શેખ અને મેક્સ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સદામ શેખ નામનો આરોપી ભરૂચ સાઈબર ક્રાઇમમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં કોર્ટ કસ્ટડીમાં છે આ ઉપરાંત અનવર અને મોક્ષ નામના જે વ્યક્તિ છે તેઓ બંને દુબઈમાં છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરી તેમના બેન્ક એકાઉન્ટમાં રહેલા 25,96,066 રૂપિયા ફ્રીઝ કરાવ્યા હતા.
આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત
આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…
આ પણ વાંચો:ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો
આ પણ વાંચો:સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો
આ પણ વાંચો:સરકારની તિજોરીને 15,000 કરોડનો ફટકો મારતું GST ચોરીનું મોટું કૌભાંડ
