Not Set/ Viral Video/ નાની છોકરીએ જય જય શિવ શંકર ગીત પર કર્યો ડાન્સ, ઋત્વિક રોશને કહ્યુ- What a Star

ઋતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘વોર‘ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. જેમાં એક ગીત હતુ  ‘જય જય શિવ શંકર‘ જે ખૂબ જ સફળ રહ્યું હતું. આ ગીતમાં ઋતિક રોશન અને ટાઇગર શ્રોફનો ડાન્સ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં […]

Videos

ઋતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોરબોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. જેમાં એક ગીત હતુ  જય જય શિવ શંકરજે ખૂબ જ સફળ રહ્યું હતું. આ ગીતમાં ઋતિક રોશન અને ટાઇગર શ્રોફનો ડાન્સ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનકડી છોકરી આ ગીત પર અદભૂત ડાન્સ કરી રહી છે.

ઋતિક રોશને આ ધમાકેદાર વિડીયોને તેના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે અને આ વાયરલ વિડીયો ઘણી હેડલાઇન્સ મેળવી રહ્યો છે. ઋતિક રોશને આ વિડીયો શેર કર્યો અને લખ્યું, ‘અમેઝિંગ સ્ટાર… લવ.આ વાયરલ વિડીયો ઋતિક રોશનનાં ફેન ક્લબ પેજ પર શેર કરવામાં આવ્યો છે. ફેન ક્લબને આ વિડીયોને વોટ્સએપ મેસેજ દ્વારા મળ્યો છે. વિડીયોમાં આ છોકરી ડાન્સ સ્ટેપ્સ એવી રીતે કરી રહી છે કે જોઈને દિગ્ગજ પણ આશ્ચર્યચકિત થઈ જાય. આ કારણોસર, આ વિડીયો ખૂબ જોવાઇ રહ્યો છે.

બોલિવૂડ અભિનેતા ઋતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોર 2019 માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસનાં ખૂબ કમાણી કરી હતી. ફિલ્મનું કલેક્શન 300 કરોડ રૂપિયા થઇ ગયુ હતુ. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.