Dharma & Bhakti/ શ્રાદ્ધમાં દીકરી અને દોહિત્રીની હોય છે વિશેષ ભૂમિકા…એમને બોલાવવા શાથી જરુરી છે? ગરુડ પુરાણ શું કહે છે?

પરંપરાગત રીતે, Shraddh કર્મનો અધિકાર પુત્રને પ્રાપ્ત છે પરંતુ પુત્ર ન હોય તો એવી પરિસ્થિતિમાં દીકરીની ભૂમિકાને પણ મહત્વ આપવામાં આવેલું છે. ગરુડ પુરાણ અનુસાર

Trending Religious Dharma & Bhakti
Shraddh કર્મમાં દીકરી, ભાણેજની હાજરી અનિવાર્ય?

Dharm & Bhakti: ગરુડ પુરાણ (Garud Puran) સાથે જોડાયેલી માન્યતાનુસાર દીકરી, દોહિત્ર, દોહિત્રી તથા બહેનને શ્રાદ્ધ કર્મ (Shraddh Karm)માં સામેલ કરવાની વાત કહેવામાં આવેલી છે.

શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તર્પણ, પિંડદાન અને ભોજન કરાવવાની પરંપરા રહેલી છે. આ કર્મોને મોટાભાગે પુત્ર અને પુરુષ વંશજ સાથે જોડીને જોવામાં આવે છે. પરંતુ ધાર્મિક માન્યતાનુસાર પણ પરિવારમાં દીકરીઓની ભૂમિકાને વિશેષ માનવામાં આવેલી છે. ગરુડ પુરાણ (Garud Puran) સાથે જોડાયેલી માન્યતાનુસાર દીકરી, દોહિત્ર, દોહિત્રી તથા બહેન (Daughter, Grandson, Granddaughter & Sister)ને શ્રાદ્ધ કર્મમાં સામેલ કરવાની વાત કહેવામાં આવેલી છે. આ જ કારણ છે કે, અનેક પરિવારોમાં આ સંબંધીઓને વિશેષ રુપે આમંત્રિત કરવામાં આવે છે.

પરિવારની દીકરી

પિતૃઓના શ્રાદ્ધ (Shraddh Karm)માં દીકરીની મહત્વની ભૂમિકા

પરંપરાગત રીતે, શ્રાદ્ધ કર્મનો અધિકાર પુત્ર (Son)ને પ્રાપ્ત છે પરંતુ પુત્ર ન હોય તો એવી પરિસ્થિતિમાં દીકરી (Daughter)ની ભૂમિકાને પણ મહત્વ આપવામાં આવેલું છે. ગરુડ પુરાણ અનુસાર, દીકરી પોતાના માતા-પિતા માટે તર્પણ (Tarpan) અને શ્રાદ્ધ સહિતના કર્મો કરી શકે છે. આ ઉપરાંત, પિતૃઓનું શ્રાદ્ધ ત્યાં સુધી પૂર્ણ નથી ગણાતું જ્યાં સુધી ઘરની દીકરી, દોહિત્ર, દોહિત્રી અથવા બહેનને ન બોલાવવામાં આવે!

દોહિત્રને શાથી મહત્વ આપવામાં આવ્યું છે?

દીકરીના દીકરા અર્થાત્ દોહિત્ર પણ પરિવારની આગળની પેઢી સાથે જોડાયેલો હોય છે. એના આધાર પર પુત્ર ન હોય તો દોહિત્ર દ્વારા નાના-નાની માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાની માન્યતા આપવામાં આવી છે. આમ, પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આ સંબંધને પણ સ્થાન પ્રાપ્ત છે.

દોહિત્ર દ્વારા નાના-નાની માટે શ્રાદ્ધ

બહેન-દીકરીને બોલાવવાની માન્યતા

એવી માન્યતા છે કે શ્રાદ્ધના પ્રસંગે દીકરી, બહેન અને પૌત્રી-દોહિત્રીને ભોજન કરાવવાનું શુભ ગણાય છે. આનાથી પિતૃઓના આત્મા (Ancester’s Soul)ને સંતોષ પ્રાપ્ત થાય છે. જે પરિવારોમાં સગી દીકરી કે બહેન ન હોય ત્યાં દૂરના સંબંધની બહેનો અથવા દીકરીઓને પણ આમંત્રિત કરવાની પરંપરા દર્શાવવામાં આવેલી છે.

પૌત્રી, દોહીત્રી અને ભાણીની હાજરી

ધાર્મિક માન્યતાનુસાર, મૃત વ્યક્તિની ભાણી અને ભાણીની દીકરીને તથા પૌત્રી કે દોહીત્રીને પણ શ્રાદ્ધ ભોજન (Shraddh Bhojan) કરાવવાના ઉલ્લેખો મળે છે. આ પ્રમાણે શ્રાદ્ધની પરંપરાને ફક્ત પુત્ર અથવા તો પુરુષ વંશજ સુધી જ સીમિત માનવામાં નથી આવતી. દીકરી, બહેન અને અને અન્ય નજીકના સંબંધીઓને પણ પિતૃઓના સન્માન સાથે સંલગ્ન આ શ્રાદ્ધ સંસ્કારમાં ખાસ સ્થાન આપવામાં આવેલું છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો: પિતૃ પક્ષમાં ભૂલથીયે આ શાક ન ખાશો..શ્રાદ્ધ-તર્પણનું ફળ નહિં મળે!

આ પણ વાંચો: