Entertainment News : 80 અને 90 ના દાયકામાં દૂરદર્શન (Doordarshan ) પર પ્રસારિત થતા શાનદાર શોઝની યાદો આજે પણ લોકોના મનમાં તાજી છે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવા પૌરાણિક શોના સુવર્ણ યુગમાં 1986 દરમિયાન એક એવો શો શરૂ થયો હતો, જેણે દરેક ભારતીયના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું હતું. IMDb પર 9.4 નું ભવ્ય રેટિંગ મેળવનાર આ કલ્ટ ક્લાસિક શો બીજો કોઈ નહીં પરંતુ શંકર નાગના નિર્દેશનમાં બનેલો ‘માલગુડી ડેઝ’ (Malgudi Days) હતો.
Doordarshan : આર.કે. નારાયણની નવલકથા પર આધારિત કહાણી
મહાન લેખક આર.કે. નારાયણ (R.K. Narayan) ની 1943 માં પ્રકાશિત થયેલી પ્રસિદ્ધ ટૂંકી વાર્તાઓના સંગ્રહ પર આધારિત આ સિરિયલ 1986 થી 1989 સુધી કુલ ૩ વર્ષ ચાલી હતી. તેના 35 એપિસોડમાં આઝાદી પહેલાના ભારત અને એક કાલ્પનિક ગામડાના સામાન્ય લોકોની નૈતિક મૂંઝવણો, અનોખા કિસ્સાઓ અને નિર્દોષ જીવનની સુંદર વાર્તાઓ રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને સ્વામી નામના નાના બાળકની કહાણીઓ બાળકોમાં ભારે લોકપ્રિય બની હતી.
‘તાના ના ના…’ ટ્યુન આજે પણ અવિસ્મરણીય
એલ. વૈદ્યનાથ (L. Vaidyanath)ને કંપોઝ કરેલું અને વાણી જયરામ સાથે મળીને ગાયેલું માલગુડી ડેઝનું આઈકોનિક ટાઇટલ સંગીત ‘તાના ના ના…’ આજે પણ સાંભળતા જ ભૂતકાળની યાદો તાજી કરી દે છે. આ ધૂન તે સમયે દરેક ઘરનો સંગીતમય અવાજ બની ગઈ હતી.
સિરિયલ માટે રેલવે સ્ટેશનનું નામ બદલાયું
આ સિરિયલની લોકપ્રિયતા અને સાંસ્કૃતિક અસર એટલી અદ્ભુત હતી કે ભારતીય રેલવેએ પણ તેને ખાસ સન્માન આપ્યું હતું. કર્ણાટકના શિવમોગા જિલ્લામાં આવેલું ‘અરાસલુ’ રેલવે સ્ટેશન, જ્યાં આ શોના અનેક મહત્વના દ્રશ્યોનું શૂટિંગ થયું હતું, તેનું નામ બદલીને સત્તાવાર રીતે ‘માલગુડી રેલવે સ્ટેશન’ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો :બોક્સ ઓફિસ પર ‘હૈવાન’ની કંગાળ શરૂઆત: ‘મિર્ઝાપુર ધ મૂવી’ના ક્રેઝ આગળ અક્ષય-સૈફની ફિલ્મ ફ્લોપ?
આ પણ વાંચો :KBC 18 પરથી અમિતાભ બચ્ચન વિદાય લેશે? ‘કૌન બનેગા કરોડપતિ’ છોડવાના બિગ બીએ આપ્યા સંકેત
આ પણ વાંચો :‘હનુમાન અંશ’ ના બોક્સ ઓફિસ સક્સેસ બાદ UP સરકારનો મોટો નિર્ણય
