Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર (Dustbin Vastu) અનુસાર, ખોટી દિશા, ખોટા રંગ અથવા ખોટા શૅપનું ડસ્ટબીન ઘરમાં ભયાનક નકારાત્મક ઊર્જાને ફેલાવે છે જેની સીધી અસર ઘરના મોભીની પ્રગતિ અને ધન આગમન પર થાય છે અને એ રુંધાઈ જાય છે! જો તમારા બનતા કામો બગડી રહ્યાં હોય અને ઘરમાં ગરીબીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે તો કચરાપેટી રાખવાની યોગ્ય દિશા, એનો યોગ્ય રંગ અને આકાર પર ધ્યાન આપો…આ ભૂલો (mistakes) ન કરશો!
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર અને ઓફિસનું નિર્માણ કરવું સારું માનવામાં આવે છે. જો વાસ્તુ દોષ હોય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જીવનમાં ગરીબીનો પ્રવેશ થાય છે. જો ઘરમાં કોઈ પણ વસ્તુને દિશા અનુસાર ન મૂકવામાં આવેલી હોય તો પણ તેના નેગાટિવ પ્રભાવો ઘરના તમામ સભ્યો પર પડે છે. આ ઉપરાંત, ઘરની કઈ દિશામાં શું રાખવું જોઈએ અને શું નહીં…. તેમજ કઈ દિશામાં કઇ વસ્તુ રાખવી શુભ ગણાય છે એની તમામ માહિતી આમાં આપેલી છે જે આપણને જીવનમાં મદદરુપ થાય છે.
કચરાપેટી આપણા ઘર સાથે સંબંધ ધરાવે છે આથી એમને યોગ્ય સ્થાને રાખવી એ ઘણું જ મહત્વનું ગણાય છે. ખોટી જગ્યાએ કચરાપેટી રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા (Negative Energy) વધે છે અને અશાંતિ તથા દરેક કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થાય છે. તો ચાલો જાણીએ કે, કચરાપેટી કઇ દિશામાં રાખવી અને એનો અયોગ્ય રંગ અને આકાર તમારી આર્થિક પરિસ્થિતિ પર ગહન પ્રભાવ પાડી શકે છે
ઘરની સ્વચ્છતા જાળવી રાખવા માટે કચરાપેટી રાખવી અત્યંત આવશ્યક છે. પરંતુ શું તમે વાસ્તુશાસ્ત્ર (Vastu Shashtra)ના હિસાબે જાણો છો ખરા કે ઘરમાં કચરાપેટી રાખવાની યોગ્ય દિશા, એનો યોગ્ય રંગ અને આકાર તમારી આર્થિક પરિસ્થિતિ પર ગહન પ્રભાવ પાડી શકે છે?

કચરાપેટીનો રંગ, આકાર કેવો હોવો જોઇએ? (Dustbin Vastu -Colour & Shape)
વાસ્તુ (Dustbin Vastu)માં જે રીતે દિશાઓનું મહત્વ છે એ જ રીતે વસ્તુઓના રંગ અને આકારનું પણ મહત્વ છે. એની અસર તમારા ઘરની અને તમારી ઊર્જા પર પણ પડતો હોય છે.
કચરાપેટીનો યોગ્ય રંગ
ડસ્ટબીન માટે લીલો, હળવો પીળો, બ્રાઉન અથવા ગ્રે (Green, Light Yellow, Brown or Gray) રંગ સૌથી શુભ માનવામાં આવે છે.
ભૂલથીયે લાલ, નારંગી, નીલું કે કાળું ડસ્ટબીન ન વાપરવું. લાલ રંગ આગ (Fire)નું અને ભૂરો રંગ પાણી (Water)નું પ્રતીક છે. આ રંગોનું ડસ્ટબીન રાખવાથી ઘરમાં ધનહાનિ, માનસિક તણાવ અને વાસ્તુદોષ (Financial loss, mental stress and Vastu defects) વધે છે.
કચરાપેટીનો યોગ્ય આકાર
ડસ્ટબીન હંમેશા ચોરસ અથવા તો લંબચોરસ (Square or Rectangle) આકારનું જ ખરીદવું. આ આકાર સ્થિરતા અને સંતુલન જાળવી રાખે છે. જ્યારે ગોળ અથવા ત્રિકોણ આકારના ડસ્ટબીનથી ઘરની ઊર્જાનો પ્રવાહ અવરોધાય છે. આને પરિણામે સ્વાસ્થ્ય (Health) અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસરો પડે છે.
કચરાપેટીની યોગ્ય દિશા (Dustbin Vastu – Direction)

ભૂલથીયે કચરાપેટીને આ દિશાઓમાં ન મૂકવી.
1. ઈશાન ખૂણો- આ ઉત્તર-પૂર્વ દિશા (North-East)માં દેવતાઓ અને દેવી લક્ષ્મી (Mata Lakshmi)નું સ્થાન માનવામાં આવે છે. અહિં કચરાપેટી મૂકવાથી ઘરના મોભીની શાંતિ ભંગ થાય છે અને ઘરની પ્રગતિના તમામ રસ્તા બંધ થઈ જાય છે.
2. ઉત્તર દિશા- આ (North) દિશા ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. અહિં કચરાપેટી રાખવાથી નોકરીમાં પ્રમોશન અટકી જાય છે અને વ્યવસાયમાં ભારે નુકસાન થાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ડસ્ટબીન હંમેશા દક્ષિણ-પશ્ચિમ (South-West) અથવા પશ્ચિમ (West) દિશામાં રાખવું જોઈએ. આ દિશા વિસર્જનની પણ માનવામાં આવે છે જેથી ઘરમાં નકારાત્મકતા ફેલાતી નથી.
આટલી સાવધાની રાખો

1. હંમેશા ઢાંકીને રાખો
કચરાપેટીને હંમેશા ઢાંકીને રાખવી જોઇએ કારણ કે ખુલ્લું ડસ્ટબીન નકારાત્મક ઊર્જા (Negative Energy) ફેલાવે છે આથી ઢાંકણાવાળી કચરાપેટી જ ખરીદવી.
2. સ્વચ્છતા રાખો
કચરાપેટીને કચરાથી છલકાવી ન દો. પરંતુ દરરોજ એના કચરાનો નિકાલ કરો.
3. બેડરુમ અને મંદિરથી અંતર રાખો
ડસ્ટબીનને ઘરના બેડરુમ અથવા પૂજા રુમ (Mandir)ની આસપાસ ન રાખવું. આમ કરવાથી સંબંધોમાં તિરાડ અને તણાવ વધે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: જૂતા-ચપ્પલ ક્યાં રાખવા જોઇએ? ઉંબરાની અંદર કે બહાર? જાણીએ…શું કહે છે વાસ્તુશાસ્ત્રના નિયમો…
આ પણ વાંચો: વાસ્તુશાસ્ત્ર મુજબ સ્નાન કર્યા પછી તરત આ 4 કામ ન કરવા, પ્રગતિ રુંધાશે, થશે ધનહાનિ!!
આ પણ વાંચો: વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થળોએ ભોજન ન આરોગવું, લક્ષ્મીજીની કૃપા મેળવવા આટલું કરો
