શારદીય નવરાત્રી 2022નું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ 9 દિવસો દરમિયાન ચારે બાજુ ભક્તિમય વાતાવરણ હોય છે. માતા રાણીના પંડાલોને શણગારવામાં આવે છે અને વિવિધ સ્થળોએ ગરબા અને દાંડિયાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ વખતે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહી છે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે.
- દરરોજ માતાજીને ખીર ધરાવવી, એમાં તુલસીનું પાન મુકવું અને પ્રસાદી લેવી.
- માતાજીના ફોટા જોડે લાલ ફૂલ અને એક લવિંગ મૂકવું.
- માતાજીને દરરોજ ૨ કેસર પેંડા ધરાવવા.
- લાલ રંગની સાડી માતાજીના મંદિરમાં માતાજીને અર્પિત કરવી.
- દરરોજ કંકુનો ચાંદલો કરીને નીકળવું.
- દરરોજ સવારે કંકુવાળું પાણી સૂર્ય નારાયણને ચઢાવવું અને શ્રી વિશ્વદુર્ગાય નમ: મંત્રનો ૨૧ વાર જાપ કરવો.
- દરરોજ નાના છોકરાને યથાશક્તિ પ્રસાદ આપવો.
- નવમા દિવસે કોઇપણ નવ ગૃહીણીઓને ચાંદલાનું પેકેટ ભેટમાં આપવું.
