Entertainment News: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની બિલ્ડીંગની બહાર આજે વહેલી સવારે હવામાં ગોળીબાર કરવામાં આવ્યો છે. માહિતી મુજબ અજાણ્યા બાઈકચાલકે હવામાં ગોળીબાર કરી ફરાર થઈ ગયો હતો. સવારમાં અંદાજે 5 વાગે ગોળી ચલાવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, ગોળી કોણે ચલાવી તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

સૂત્રો મુજબ અજાણ્યા 2 શખ્સે બાંદ્રામાં આવેલ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની બિલ્ડીંગની બહાર વહેલી સવારે ગોળીબાર કરી ફરાર થયા હતા. હેલ્મેટ પહેરેલી બે અજાણી વ્યક્તિઓ પૂરઝડપે બાઈક પર આવી અંધારામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની દિશામાં ઓછામાં ઓછી 4 ગોળીઓ છોડી હતી.
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ જેવી પંજાબ સ્થિત કેટલાક માફિયાઓથી જોખમ છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમના પિતા સલીમ ખાનને અલગ અલગ રીતે મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. ગોળીબાર થયો તે સમયે સલમાન ખાન ઘર પર હાજર નહોતો. બાંદ્રા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તેના ઘરની બહાર કડક સુરક્ષા કરી દેવામાં આવી છે. પોલીસ CCTV ફૂટેજ ચેક કરી રહી છે.
આ પણ વાંચો:Entertainment/સોનાલી બંદ્રે અને જયદિપ અહલાવત વચ્ચે તકરાર થતા રોકવું પડ્યું શૂટિંગ
આ પણ વાંચો:Entertainment/સયાજી શિંદે હોસ્પિટલમાં દાખલ, વીડિયો શેર કરી હેલ્થ અપડેટ આપ્યું
આ પણ વાંચો:Tarak Mehta ka Ulta Chasma/રોશનનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રી મુશ્કેલીમાં, અભિનેત્રી પા
