Not Set/ જુઓ, નાગિનનો ત્રીજા ભાગ ફર્સ્ટલૂક કર્યો રીલીઝ

મુંબઈ ટીવી પર વર્ષો સુધી એકચક્રી શાસન ચલાવનાર પ્રોડ્યુસર એક્તા કપુર બહુ જલ્દી પોતાનો હિટ ટીવી શો નાગિનનો ત્રીજા ભાગ લઈને આવી રહી છે. આ વખતે નાગિનની માત્ર વાર્તા જ નહીં પરંતુ લીડીંગ એક્ટ્રેસ પણ અલગ હશે. થોડા સમય પહેલા જ એક્તા કપુરે શોની પ્રથમ નાગિન કરીશ્મા તન્ના અંગે તમામને માહિતી આપી હતી. ત્યારબાદ તેણે […]

Entertainment
મુંબઈ
ટીવી પર વર્ષો સુધી એકચક્રી શાસન ચલાવનાર પ્રોડ્યુસર એક્તા કપુર બહુ જલ્દી પોતાનો હિટ ટીવી શો નાગિનનો ત્રીજા ભાગ લઈને આવી રહી છે. આ વખતે નાગિનની માત્ર વાર્તા જ નહીં પરંતુ લીડીંગ એક્ટ્રેસ પણ અલગ હશે. થોડા સમય પહેલા જ એક્તા કપુરે શોની પ્રથમ નાગિન કરીશ્મા તન્ના અંગે તમામને માહિતી આપી હતી. ત્યારબાદ તેણે આ સિરીયલની બીજી નાગિન અનિત હંસનંદાનીનો ફર્સ્ટલૂક પણ જાહેર કર્યો છે. એક્તા પોતાના આ શોની ત્રીજી સીઝનને લઈ ખૂબ જ ઉત્સાહિત છે અને પ્રશંસકો પણ આ નાગીનનો ત્રીજા ભાગની આતૂરતાપૂર્વક રાહ જાઈને બેઠા છે.
Image result for naagin 3
મહત્વનુ છે કે, ગત બે સીઝનમાં મૌની રોય અને અદા ખાન શોમાં નાગિનના રોલમાં નજરે પડી હતી અને બન્નેની જાડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી, આ ઉપરાંત રેટીંગમાં પણ આ સીરીયલ હંમેશા બાજી મારતી રહી. બીજી સીઝન સમાપ્ત થયા બાદ મૌની રોયને બોલીવુડ ફિલ્મની ઓફર મળી જેથી તેણે ત્રીજી સીઝનમાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. મૌની ચાલુ વર્ષે અક્ષય કુમાર સાથેની ફિલ્મ ગોલ્ડમાં નજરે પડવાની છે. આ ઉપરાંત તે બ્રહ્મા ફિલ્મની પણ તૈયારી કરી રહી છે.
Related image