Not Set/ શાહનાં પ્રવાસ પહેલા બોલ્યા શિવરાજ: જે ખુરશી પર સીએમ લખ્યું હોય, તેના પર કોઈ પણ બેસી શકે છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુરુવારે ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું, જેમાં ઘણા અર્થો કાઢવામાં આવવી રહ્યા છે. આનંદ સંસ્થાન દ્વારા આયોજીત એક આનંદ વ્યાખ્યાનમાં શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રીની ખુરશી પર કોઈને પણ બેસાડી શકાય છે. આપને જણાવી દઈએ  કે શિવરાજસિંહના આ નિવેદન ભાજપના પ્રમુખ અમિત શાહની મુલાકાતના એક દિવસ પહેલાં […]

India Politics

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુરુવારે ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું, જેમાં ઘણા અર્થો કાઢવામાં આવવી રહ્યા છે. આનંદ સંસ્થાન દ્વારા આયોજીત એક આનંદ વ્યાખ્યાનમાં શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રીની ખુરશી પર કોઈને પણ બેસાડી શકાય છે. આપને જણાવી દઈએ  કે શિવરાજસિંહના આ નિવેદન ભાજપના પ્રમુખ અમિત શાહની મુલાકાતના એક દિવસ પહેલાં આપ્યું હતું.

જાણો શું હતું શિવરાજ સિંહ ચૌહાણનું સંપૂર્ણ નિવેદન :-

વાસ્તવમાં, જ્યારે શિવરાજ ગુરુવારે ભોપાલમાં આનંદ લેક્ચર કાર્યક્રમમાં બોલતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું કાર્યક્રમમાં વધુ રહેવા માંગતો હતો, પરંતુ ચાર અન્ય કાર્યક્રમો હજુ પણ મારા શેડ્યુલમાં છે, એટલા માટે મારી રજાની હું આપની સમક્ષ પરવાનગી માંગું છું. તેમ છતાં હું આપને જણાવવાં માગું છું કે જે ખુરશી પર મુખ્યમંત્રી લખ્યું હોય તેના પર કોઈ પણ બેસી શકે છે. જેના પછી આ નિવેદનોનો ઘણા અર્થ કાઢવામાં આવે છે.

 

ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણીઓ યોજવામાં આવશે. આ કારણોસર, અમિત શાહનાં પણ રાજ્ય પ્રવાસ ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં, ભાજપે સત્તા પાછો મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.

તાજેતરમાં, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે છેલ્લા 24 કલાકમાં બે બેઠકો યોજી હતી. આ બેઠકોમાં તેમણે જણાવ્યું હતું કે અમારા 10 પ્રધાનો 2013 ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા હતા, પરંતુ આ વખતે આવું ના થવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે મંત્રી વિસ્તારના જીલ્લા ચાર્જ સિવાય પ્રભાર જિલ્લાઓની પણ સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. સાત દિવસમાં એક મહિના માટે જિલ્લાઓમાં રહો. એક વિધાનસભાને એક દિવસ આપો. કાર્યકર્તાઓને માળો અને તેમની સાથે બેઠક કરો.

હારી ચુકેલા પર નહિ લગાવે દાવ…….

અગાઉ સોમવારની બેઠકમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, આ વખતે ભાજપ કોઈ પણ હારી ચુકેલા પર દાવ નહિ લગાવે, તમામ ધારાસભ્યોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. બિનજરૂરી ટિકિટ્સ પણ કાપી લેવામાં આવશે, ફક્ત લોકપ્રિયતા એ જ  ટિકિટનો આધાર હશે.