Not Set/ ભોપાલથી ઉમેદવારી દાખલ કરી ચુકેલા પ્રજ્ઞા ઠાકુરે નામાંકન લીધુ પરત, શું છે કારણ જાણો

ભોપાલ, ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપાએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર ઘોષીત કરી છે. બીજેપીથી જોડાયા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના વિવાદીત નિવેદનથી રોજ ચર્ચામાં બની રહે છે. આજે ફરી એકવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર લોકોની ચર્ચાનો વિષય બન્યા છે. તમને જણાવી દઇએ કે, ભોપાલ બેઠક પરથી બીજેપીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારેલ છે તો બીજી તરફ અપક્ષ […]

Top Stories India Politics

ભોપાલ,

ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપાએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર ઘોષીત કરી છે. બીજેપીથી જોડાયા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના વિવાદીત નિવેદનથી રોજ ચર્ચામાં બની રહે છે. આજે ફરી એકવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર લોકોની ચર્ચાનો વિષય બન્યા છે. તમને જણાવી દઇએ કે, ભોપાલ બેઠક પરથી બીજેપીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારેલ છે તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રજ્ઞા ઠાકુર મેદાનમાં ઉતર્યા છે. જી હા તમે સાચુ વાંચી રહ્યા છો, પરંતુ તમને જણાવી દઇએ કે આ બંન્ને ઉમેદવાર અલગ છે, સંયોગની વાત છે કે અલગ પાર્ટી તરફથી એક જ બેઠક માટે લડી રહેલા આ બંન્ને ઉમેદવારનાં નામ એકસરખા છે.

ભોપાલ બેઠક પરથી તેમના જ નામની અપક્ષ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે પણ નામાંકન પત્ર દાખલ કર્યુ હતુ. એક જ નામ હોવાના કારણે ભાજપાને એ વાતની આશંકા હતી કે મતદાતા આ બંન્ને નામને લઇને કંન્ફયુઝ ન થઇ જાય અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની જગ્યાએ પ્રજ્ઞા ઠાકુરની સામેનું બટન ન દબાવી દે. આ આશંકાઓને વિરામ આપવા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે અપક્ષ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરને મનાવવા પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ પ્રજ્ઞા ઠાકુર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનાં ઘરે પહોચી ગયા હતા. દરમિયાન તેમના વચ્ચે ઘણી લાંબી વાર્તાલાભ થઇ હતી. જે દરમિયાન સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તેમને ચુંટણી ન લડવાની અપીલ કરી. જેનો પ્રજ્ઞા ઠાકુરે સ્વીકાર કરતા ચુંટણી ન લડવાનો મોટો નિર્ણય લીધો હતો. અપક્ષ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરનાં આ નિર્ણય બાદ બીજેપીએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રજ્ઞા ઠાકુરનાં આ નિર્ણય બદલ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભગવા રંગની સાલ ભેંટ કરી સમ્માન કર્યુ હતુ.